કોરોનાના કેસ વધતા અંબાજી મંદિર કેટલા દિવસ રહેશે બંધ? જાણો વિગત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 11176 કેસ નોંધાયા હતા.
![કોરોનાના કેસ વધતા અંબાજી મંદિર કેટલા દિવસ રહેશે બંધ? જાણો વિગત How many days will the Ambaji temple be closed due to increasing cases of corona? કોરોનાના કેસ વધતા અંબાજી મંદિર કેટલા દિવસ રહેશે બંધ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/13/34d1ccf3b5dedb5d03b8f31ddcd9fb1b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અંબાજીઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 11176 કેસ નોંધાયા હતા. તે સિવાય રાજ્યમાં પાંચ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા હતા. બીજી તરફ કોરોનાના કેસ વધતા પ્રસિદ્ધ અંબાજી મંદિર 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોષી પુનમને લઇ આયોજિત તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તે સિવાય રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં 15 જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. આરોગ્ય અને અતિઆવશ્યક સેવા સાથે સંકળાયેલી કચેરીઓ ચાલુ રહેશે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન મોદીએ આજે કોરોના સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં પ્રથમ ડોઝ વેક્સિનેશનનો આંકડો 5 કરોડને પાર થઈ ગયો છે. તેમજ 40 જેટલી RT-PCR લેબ શરૂ થશે.15 હજાર ક્રિટિકલ બેડ અને 8 હજાર વેન્ટીલેટર બેડની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે.
નોંધનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,176 કેસ નોંધાયા છે. બીજી તરફ 4285 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,36,140 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 5 મોત થયા. આજે 3,11,217 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
IPL 2022: આ દેશમાં રમાઈ શકે છે IPLની આગામી સિઝન, UAE કરતાં પણ વધુ રોમાંચ હશે, મેચનો સમય પણ બદલાશે!
ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી આ મહત્વની જાહેરાત, સહાયની રકમ વધારી
Petrol-Diesel: 50 લિટર સુધી પેટ્રોલ અને ડીઝલ મફતમાં મળશે! જાણો કેવી રીતે ઓફરનો લાભ લેશો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)