શોધખોળ કરો
Advertisement
ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા ચૂકવવા પડશે કેટલી રકમ ? જાણો મહત્વની માહિતી
એક પરિવારમાં સામાન્ય રીતે ત્રણેક લોકો હોય એ સંજોગોમાં સામાન્ય લોકો માટે આ ખર્ચ વધારે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે પણ સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટ કરવાની મર્યાદિત વ્યવસ્થા છે. આ અપૂરતી વ્યવસ્થાના કારણે લોકોને તકલીફ ના પડે એ માટે કેન્દ્ર સરકારે 35 પ્રાઇવેટ લેબોરેચરીમાં કોરોનાવાયરસના ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. જો કે આ ટેસ્ટ સસ્તા નથી કેમ કે ટેસ્ટ કરાવવા માટે તમારે 4500 રૂપિયા ચૂકવવા પડશે.
સામાન્ય માણસ માટે આ રકમ મોટી છે. એક પરિવારમાં સામાન્ય રીતે ત્રણેક લોકો હોય એ સંજોગોમાં સામાન્ય લોકો માટે આ ખર્ચ વધારે છે. જો કે કોરોનાનો ખતરો વધારે છે તે જોતાં લોકો આ રકમ પણ ખર્ચવાનું પસંદ કરી રહ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના ચેપના 700 કરતાં વધારે કેસ નોંધાયા છે અને 17 લોકોનાં મોત થઇ ચૂકયા છે. કોરોનાને રોકવા માટે સરકારે આખા દેશને લોકડાઉન કર્યું છે. લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોરોનાના ડરને પણ દૂર કરવા કોરોનાની તપાસ માટે સરકારે લેબની સંખ્યા વધારી દીધી છે.
દેશમાં કોરોનાની તપાસ માટે સરકાર તરફથી 109 લેબોરેટરી બનાવાઈ છે. આ સિવાય 12 બીજી લેબોરેટરી બનાવાની યોજના છે એટલે કે દેશમાં 121 સરકારી લેબોરેટરીમાં કોરોનાની તપાસ થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement