શોધખોળ કરો

એસ.ટીના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો કુટુંબને 14 લાખની સહાય અપાશે, સત્તાવાર જાહેરાત

એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મયોગીના પરિવારને 14 લાખની સહાય મળશે.

ગાંધીનગર: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મયોગીના પરિવારને 14 લાખની સહાય મળશે.  રાજ્ય સરકાર અવસાન પામનારા કર્મચારીના પરિવારના આશ્રિતને સહાય ચૂકવશે. વર્ગ-3 અને 4ના કર્મયોગીના આશ્રિત પરિવારોને સરકાર સહાય ચૂકવશે. 

24 સપ્ટે. 2022 કે ત્યારબાદના અવસાનના કિસ્સામાં આશ્રિત પરિવારને સહાય મળશે. અગાઉ આ પ્રકારના નિયમિત કર્મીઓના કિસ્સામાં 4થી 6 લાખ રૂપિયાની સહાય મળતી હતી. ફિક્સ પેના કર્મીઓના આશ્રિત પરિવારોને પણ 4 લાખની ઉચ્ચક સહાય મળતી હતી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ -3 અને વર્ગ -4ના કર્મચારીઓના તારીખ 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રુપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે, આ ઉપરાંગ વિવિધ કચેરીઓ ખાતે નિયુક્ત કરાયેલ પાંચ વર્ષીય ફિક્સ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રુપિયા 14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.  

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ અને પાંચ વર્ષની ફિક્સ કરારીય સેવામાં નિમણુંક પામેલ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન તારીખ 12 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ -3 અને વર્ગ- 4ના 153 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 21 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.

જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ 32 લાખની સહાય કરવામાં આવી છે, અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, એમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

થોડા દિવસો પહેલા મોંઘવારી ભથ્થામાં કર્યો હતો વધારો 

ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.  હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે. આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. 

એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી

આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.  આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
Advertisement

વિડિઓઝ

Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Morbi Accident : મોરબીમાં ભયંકર અકસ્માત , ચાર લોકો જીવતા ભૂંજાયા, 7 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટેરિફ તિકડ્મ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Embed widget