(Source: ECI/ABP News/ABP Majha)
સુરેન્દ્રનગરના કોરડામાંથી મળ્યો ગેરકાયદે વિસ્ફોટકોનો જથ્થો, જાણો વધુ વિગતો
સુરેન્દ્રનગરના કોરડામાંથી ગેરકાયદે વિસ્ફોટકોનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિસ્ફોટકો કુવો ખોદવા માટે વપરાય છે. 6 રાજસ્થાનીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના કોરડામાંથી ગેરકાયદે વિસ્ફોટકોનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિસ્ફોટકો કુવો ખોદવા માટે વપરાય છે. 6 રાજસ્થાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ચુડા તાલુકાના કોરડા ગામની સીમમાંથી ગેરકાયદેસર એક્સપ્લોઝીવની અત્યાર સુધીની સૌથી મોટી રેડ છે. ગેરકાયદેસર એક્સપ્લોઝીવના જથ્થા સાથે રાજસ્થાનના 6 શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર SOG પોલીસે બાતમીના આધારે દરોડો કર્યો હતો.
જીલેટીક કેપ્સ્યુલ 441 નંગ, ડીટોનેટર 403 નંગ, ડાયનેમો નંગ 1, વાયરનું બંડલ તેમજ બ્લાસ્ટ કરવાના સાધનો અને એક ટ્રેક્ટર તેમજ એક બાઇક સહીતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂપિયા 3.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તમામ શખ્સો વિરૂદ્ધ એક્સપ્લોઝીવ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામની સીમમાં આવેલી વાડીમાં કુવો ખોદવા માટે બ્લાસ્ટ કરવા એક્સપ્લોઝીવનો ઉપયોગ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર એક્સપ્લોઝીવના વેચાણનો મસમોટો કારોબાર ચાલતો હોવાની પણ ચર્ચા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ લોકોને ગરમીમાં જરૂર વગર બહાર ન નીકળવા અપીલ
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ સિવીયર હિટવેવની આગાહી છે. કચ્છમાં પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 દિવસ સિવીયર હિટવેવની આગાહી છે. આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સુધી જઇ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના શહેરોમાં સિવીયર હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીનું સૌથી વધુ ગરમીનું તાપમાન કંડલામાં 45 ડિગી તાપમાન નોંધાયુ છે.
બે દિવસથી રાજ્યના 10 શહેરમાં 41 થી 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. બે દિવસ બાદ 2 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે. જોકે ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. લોકોને ગરમીમાં જરૂર વગર બહાર નહિ નીકળવા અને સ્વ બચાવ માટે વિવિધ ઉપાય કરવા અપીલ કરાઈ છે. રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, કચ્છ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. શુક્રવારે રાજ્યના નવ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયો હતો. અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. તો અમદાવાદમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક શહેરોમાં યલો અને ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.