શોધખોળ કરો
Advertisement
આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી બીજી નવી આગાહી? જાણો વિગત
અમદાવાદ સહિત રાજ્યના દરેક જિલ્લામાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગાંધીનગર: ગુજરાતમાં વરસાદના સંકટ વચ્ચે છેલ્લે છેલ્લે આવેલા વરસાદે ખેડૂતો સહિત ગુજરાતીઓની ચિંતા દૂર કરી દીધી છે. સારો વરસાદ થવાના કારણે જળાશયો અને ડેમો છલકાઈ ગયા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમ સહિત ગુજરાતના મોટા ભાગના ડેમોના દરવાજા ખોલીને પાણી છોડવાની ફરજ પડી છે.
જોકે હજુ પણ આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના દરેક જિલ્લામાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.
અમદાવાદમાં આ આખા અઠવાડિયા દરમિયાન વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં ભારે વરસાદની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં અઠવાડિયાના અંતમાં અને નવા અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે 1 અને 2 સપ્ટેમ્બરે પણ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે.
28 ઓગસ્ટ એટલે કે આજે પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ અને વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહિસાગર અને સુરતની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં પણ સારો વરસાદ થઈ શકે છે.
29 તારીખે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. પાટણ અને બનાસકાંઠામાં 29 અને 30મી ઓગ્સટના રોજ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement