શોધખોળ કરો

Navsari: રીવર્સ લેતી વખતે ઈનોવા કાર ખાબકી ખાડીમાં, એકનું મોત, અન્યની શોધખોળ ચાલું

નવસારી: શહેરમાં આવેલા આદર્શ નગર વિસ્તારમાં ગોજારી ઘટના સામે આવી છે.  આદર્શ નગર પાસે ઈનોવા કાર ખાડીમાં ખાબકતા અરેરાટી મચી ગઈ છે. રીવર્સ લેતી વેળાએ આ દુર્ઘટના બની હતી

નવસારી: શહેરમાં આવેલા આદર્શ નગર વિસ્તારમાં ગોજારી ઘટના સામે આવી છે.  આદર્શ નગર પાસે ઈનોવા કાર ખાડીમાં ખાબકતા અરેરાટી મચી ગઈ છે. રીવર્સ લેતી વેળાએ આ દુર્ઘટના બની હતી. ઇનોવા કારમાં ડ્રાઈવર ઉપરાંત અન્ય વ્યક્તિઓ પણ બેઠા હોવાની સંભાવના છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસના અધિકારીઓને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ ઉપરાંત પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. નવસારી ફાયર વિભાગની ટીમ દ્વારા ખાડીમાંથી ગાડી અને અન્ય લોકોને કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ગુજરાતનો આ ડેમ અડધી રાત્રે ઓવરફ્લો થવાની શક્યતા

Gujarat Rain Update: ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મેશ્વો ડેમ મધ્યરાત્રીએ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેને લઈને ભિલોડા અને મોડાસાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મેશ્વો ડેમમાં 6370 ક્યૂસક પાણીની સતત આવક થઈ રહી છે. રાત્રીના 12 વાગ્યાં સુધીમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. શામળાજી, બહેચરપુરા, શામાળપુર,ભવાનપુર, ખેરંચા,ગડાદર,જાલીયા જેવા ગામોને સતર્ક કરાયા છે. તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સાવચેતી જાહેર કરાઈ છે.

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ 

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. છેલ્લા 24  કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં પોણા નવ ઇંચ અને વ્યારામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદા અને ખેરગામમાં અઢી, વલસાડના વાપી  અને પારડીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઇ , તાપીના ઉચ્છલ , મહેસાણાના સતલાસણા, નવસારીના ચીખલી અને ગણદેવી, તાપીના નિઝરમાં  સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા, માંગરોળ, સંતરામપુર, વિજયનગર, મોડાસા, દાંતા, ભિલોડા, વડગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડેડિયાપાડા, વલસાડ, શિહોર, ઇડર, પોસિનામાં પોણા  બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણાવાવ, માણાવદર, વેરાવળ, વંથલી, ઉમરગામ, કુકરમુંડા, કામરેજ, દસક્રોઇ, કાલાવડ, રાજકોટ, ધોળકા, પોરબંદર, જૂનાગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ શહેર, ચોટીલા, બોટાદ, ધાનેરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બાવળા, વાગરા, ઉના, રાજુલા, ખેરાલુ, ગોધરા, પાલનપુર, અમીરગઢ, પેટલાદ, હાલોલ, કુતિયાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અંજાર,તારાપુર, જાંબુઘોડા, ગીર ગઢડા, ધઆનપુર, સંજેલી, લખતર, માલપુર, ઝાલોદ, તાલાલા, નસવાડી, ધનસુરા, ભૂજ, ઉમરાળા, હિંમતનગર, ડીસા, ગરુડેશ્વર, દાહોદ, દાંતિવાડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદર, ઓળપાડ, રાણપુર, સાયલા, ખેડા, નડિયાદ, નેત્રંગ, વડનગર, ફતેપુરા, ભાવનગર, ખંભાતમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Politics: હળવદમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની ધમકી, કોંગ્રેસના ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણJayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદનAnand: ઉમરેઠના ભાલેજ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયોમાંNitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં  હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Health Tips: શું આપ વારંવાર અરીસામાં ચહેરો જુઓ છો? તો સાવધાન આ બીમારીના છે લક્ષણો
Health Tips: શું આપ વારંવાર અરીસામાં ચહેરો જુઓ છો? તો સાવધાન આ બીમારીના છે લક્ષણો
Embed widget