શોધખોળ કરો

Bharuch: ભરૂચમાં પ્રેમિકાના પરિવારે યુવકને જાહેરમાં નગ્ન કરી ઢોર માર મારતા ચકચાર

ભરૂચ: જંબુસર તાલુકાના વહેલમ ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમીને પ્રેમિકાના પરિજનોએ ગામના મેદાનમાં સરેઆમ નગ્ન કરી ઢોરમાર માર્યો હોવાની ઘટના અને તેના વાયરલ વિડીયોએ ભારે હલચલ મચાવી દીધી છે.

યુવતીના પરિવારના ચાર સભ્યો યુવકના ઘરે આવી જતા બન્ને પ્રેમી પંખીડા ત્યાંથી ભાગ્યા

ભરૂચના જંબુસર તાલુકાના વહેલમ ગામે 23 વર્ષીય યુવક ગામની જ યુવતી સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. ગત 27 જાન્યુઆરીએ યુવતીના પરિજનોને પ્રેમ પ્રકરણની જાણ થતાં મધરાતે યુવતી પ્રેમીના ઘરે દોડી ગઈ હતી. યુવતીના પરિવારના ચાર સભ્યો યુવકના ઘરે આવી જતા બન્ને પ્રેમી પંખીડા ત્યાંથી ભાગ્યા હતા. જેઓને નજીકમાંથી પકડી યુવતીના પરિજનોએ બન્નેને પકડી યુવકને માર મારી યુવતીને લઈ ગયા હતા. જે બાદ ગુરૂવારે યુવક ગામની ભાગોળે આવેલા મેદાનમાં બેઠો હતો. ત્યારે યુવતીના પરિજનો હાથમાં લોખંડના પાઇપ, લાકડાના દંડા લઈને દોડી આવ્યા હતા. યુવાનને પકડી તું અમારી દીકરીનો પીછો કેમ કરે છે તેમ કહી અપશબ્દોનો વરસાદ વરસાવી લાફા, ઢિક્કાપાટુ અને સપાટાઓ ઝીકવાનું શરૂ કરી દીધું હતું.

5 પુરુષો અને 3 મહિલાઓએ યુવકને નગ્ન કરી અધમુઓ કરી દીધો

માનવતાની તમામ હદ વટાવી 5 પુરુષો અને 3 મહિલાઓએ યુવકને નગ્ન કરી અધમુઓ કરી દીધો હતો. ગ્રામજનો તેમજ યુવકના સમાજના લોકો ભેગા થઈ જવા છતાં યુવકને માર મારવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. જેના વાયરલ થયેલા વિડીયોએ ભારે ખળભળાટ મચાવ્યો છે. ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા દાખલ કરાયો છે. પ્રેમીએ તેને નગ્ન કરી ઢોરમાર મારનાર પ્રેમિકાના પરિજનો સતીશ સુરેશ માળી, મહેશ ઈશ્વર માળી, વિજય પૂજાભાઈ વાઘેલા, કમલેશભાઈ, મહેશની પત્ની, રીંકલ માળી, જયાબેન અને સુરેશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદમાં ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત

દાહોદ: ફતેપુરાના ભીચોર ગામે ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનનાં ગાગડતલાઈ ગામે રસ્તામાં ટ્રેક્ટર પલટી જતા અકસ્માત છે. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારથી 12થી 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને 108 મારફતે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે

Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
અમદાવાદમાં 85 જગ્યાએ કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 70 વર્ષથી ઉપરના લોકોને મળશે મફત સારવાર
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો

ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો

Embed widget