Dahod: દાહોદમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને પતિએ આપી તાલિબાની સજા, જાહેરમાં માર મારવાનો વીડિયો વાયરલ
દાહોદ: ફતેપુરાના મારગાળામાં મહિલા અને તેના પ્રેમીને તાલીબાની સજા કરવામાં આવી છે. આ અંગને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
દાહોદ: ફતેપુરાના મારગાળામાં મહિલા અને તેના પ્રેમીને તાલીબાની સજા કરવામાં આવી છે. આ અંગને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મારગાળાની પરીણીતા તેના પ્રેમી સાથે ભાગી જતા મહીલાના પતિ અને કુટુંબીજનોએ તેને પકડી પાડી હતી અને જાહેરમાં માર માર્યો હતો. વાયરલ વીડિયોને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસ 3 થી 4 લોકોને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી છે.
રાજુલામાં દરિયામાં ડૂબતા યુવકને બચાવવા ધારાસભ્ય હીરા સોલંકીએ લગાવી છલાંગ
અમરેલી: રાજુલાના પટવા ગામમાં 4 યુવાનો દરિયામાં ડૂબ્યા હતા. જેનમાંથી 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય એકની શોધખોળ કરવામાં આવી હતી. આ યુવાનના શોધવા ધારાસભ્ય હીરા સોલંકી પણ દરિયામાં પડ્યા હતા. કલાકોની મહેનત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવાનની લાશ મળતા ધારાસભ્ય હીરા સોલંકીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રાંત અધિકારી કુલદીપ સિંહ વાળા,મામલતદાર સહિત વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય સવારથી અત્યાર સુધી યુવાનને બચાવવા શોધખોળ કર્યા બાદ અંતે લાશ મળી આવી હતી.
હતાને બિલ્ડરે રાતોરાત શાળાને તોડી પાડી
મહેસાણા: તળેટી ગામે બિલ્ડર દ્વારા રાતોરાત સ્કુલ તોડી પડાતા વિવાદ ઉભો થયો છે. સ્કુલના ટ્રસ્ટીએ જમીન દાનમાં આપ્યા બાદ ભાવ વધતા બિલ્ડરને વેચાણ કરી દીધાનો આરોપ લાગ્યો છે તો તો બિલ્ડરે આરોપોને નકારી કાઢ્યા છે.
શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ
મહેસાણાના તળેટી ગામની જય સોમનાથ શાળાના ગામડાના ગરીબ બાળકોને શિક્ષણ મળે તે માટે ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ૨૦૦૧ થી જય સોમનાથ માધ્યમિક શાળા શરુ કરવામાં આવી હતી. જોકે આ શાળા શરુ થયા બાદ આ શાળાના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની માલિકીની જમીનમાં શાળા શરુ કરવા જગ્યા આપેલ ત્યાર બાદ સમય જતા ટ્રસ્ટીઓ બદલાયા અને જુના ટ્રસ્ટી બાબુભાઈ પટેલે પોતાની જમીન અન્ય બિલ્ડરને વેચાણ આપેલ ત્યારે ગત રાતના રોજ બિલ્ડર દ્વારા આ શાળાના રૂમો તોડી પાડવામાં આવતા વિવાદ થયો છે.
અમે શાળાને જમીન દાનમાં આપેલ નથી