શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કોરોના વાયરસ ‘ֹટોપ ગીયર’માં, 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 915 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30555 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ હવે 'ટોપ ગીયર'માં પ્રવેશી ચૂક્યો તેવી ભયાવહ પરિસ્થિતિ સર્જાઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ ૯૧૫ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે ૪૩૭૨૩ થઇ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક હવે ૧૧૦૯૭ છે. રાહતની વાત એ છે કે, વધુ ૭૪૯ સાથે કુલ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા હવે ૩૦ હજારને વટાવી ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.
નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 221, અમદાવાદ કોર્પોરેશનમાં-154, સુરત -70, વડોદરા કોર્પોરેશનમાં-56, ભાવનગર કોર્પોરેશન -33, સુરેન્દ્રનગર 31, ભરૂચ 28, બનાસકાંઠા 21, મહેસાણા 21, વડોદરા 20, દાહોદ 19, રાજકોટ કોર્પોરેશન 17, ખેડા 15, ગાંધીનગર 14, વલસાડ 14,અમદાવાદ 13, જામનગર કોર્પોરેશન 13, જૂનાગઢ 13, ભાવનગર 12, ગાંધીનગર કોર્પોરેશન 12, જૂનાગઢ કોર્પોરેશન 12, આણંદ 10, નવસારી 10, મહીસાગર 9, પાટણ 9, પંચમહાલ 8, સાબરકાંઠા 8, ગીર સોમનાથ 7, કચ્છ 7, રાજકોટ 7, તાપી 7, જામનગર 5, મોરબી 5, નર્મદા 4, છોટા ઉદેપુર 3, અમરેલી 2, બોટાદ 2, પોરબંદર 2 અને અરવલ્લીમાં 1 કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 3 , સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, સુરત 2, બનાસકાંઠા 1, ભાવનગર 1 અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2071 પર પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30555 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 11097 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 11026 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,78, 367 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion