શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોરોના વિસ્ફોટઃ રાજ્યમાં કુલ કેસ 40,000ને પાર, જાણો હજુ કેટલા લોકો લઈ રહ્યા છે સારવાર
ગુજરાતમાં માત્ર જુલાઇના 10 દિવસમાં જ 7512 કેસ નોંધાઇ ચૂક્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 24 કલાકમાં નવા 875 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 40,155 છે અને તેમાંથી એક્ટિવ કેસ 9948 છે. ગુજરાતમાં માત્ર જુલાઇના 10 દિવસમાં જ 7512 કેસ નોંધાઇ ચૂક્યા છે.
ગઈકાલે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 202, અમદાવાદ કોર્પોરેશનમાં 153, સુરત 67, વડોદરા કોર્પોરેશનમાં 61, ભાવનગર કોર્પોરેશન -59, નવસારી -27, રાજકોટ કોર્પોરેશન 24, સુરેન્દ્રનગર -23, ગાંધીનગર-21, મહેસાણા-21, ખેડા-17, જામનગર કોર્પોરેશન-15, રાજકોટ-15, બનાસકાંઠા-14, ભરુચ -14, જુનાગઢ કોર્પોરેશન -13, અમદાવાદ -12, ભાવનગર -12, ગીર સોમનાથ -11, ગાંધીનગર કોર્પોરેશન- 10, દાહોદ -8, જામનગર 8, સાબરકાંઠા -8, વડોદરા -8, આણંદ 7, પંચમહાલ 7, જુનાગઢ 5, મોરબી 5, વલસાડ -5, છોટા ઉદેપુર 4, કચ્છ -4, પાટણ -4, અમરેલી -3, તાપી-3, અરવલ્લી-2, બોટાદ-2, પોરબંદરમાં 1 કેસ સામે આવ્યા છે.
આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 7307 થઇ ગયો છે. આ પૈકી 2595 એક્ટિવ કેસ છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 22745 થયો છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ 3571 છે. જૂન માસના અંતે અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 20913 હતો. આમ, જુલાઇના 10 દિવસમાં અમદાવાદમાં 1832 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશન -3, અરવલ્લી-1, ગાંધીનગર-1, જામનગર-1, જુનાગઢ કોર્પોરેશન -1, મહેસાણા-1, સુરત -1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.
ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં હાલ 3,01,077 હોમ ક્વોરન્ટાઇન જ્યારે 2971 ફેસિલિટિ ક્વોરન્ટાઇન એમ કુલ 3,04,48 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. અમદાવાદમાંથી સૌથી વધુ 1.84 લાખ, ગાંધીનગરમાં 19042, સુરતમાં 15136, વડોદરામાં 1343, રાજકોટમાં 1072, ભાવનગરમાં 2478 વ્યક્તિ ક્વોરન્ટાઇનમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion