શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકડાઉન બચ્ચે બનાસકાંઠામાં યોજાયા અનોખા લગ્ન, ભેટમાં મળેલી રકમ આપી પીએમ કેર્સ ફંડમાં
લગ્ન લોકડાઉન પહેલાથી નક્કી હોઈ આજે માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં અંબાજી ખાતે લગ્ન યોજાયા હતા.
અંબાજીઃ કોરોના મહામારી વચચે આજે અંબાજીમાં નવ યુગલ લગ્નગ્રંથિથી જોડાયા. સોશિયલ ડિસ્ટન્સ ઉચ્ચ અધિકારીની પરવાનગી લઈ માત્ર પરિવાર અને સ્વજનોની હાજરીમાં લગ્ન યોજાયા. આ નવ દંપતિએ પોતાના લગ્નમાં મળેલી ભેટ સોગાદ અને નાણાં આજે કોરોના મહામારી વચ્ચે પીએમ રાહત ફંડમાં જમા કરાવ્યા છે. લગ્ન બાદ તેઓએ સીધા કલેકટર ઓફીસ જઈ આ રકમ જમા કરાવતા જિલ્લા કલેકટરે તેમને બિરદાવ્યા હતા.
લોકડાઉન વચ્ચે સામાજીક પ્રસંગો સદંતર બંધ છે. સરકારે કલેકટરની પરવાનગી અને અનેક બાંહેધરી બાદ જે લોકોના લગ્ન પહેલાથી નક્કી હતા તેમને જ પરવાનગી આપવામાં આવે છે. અંબાજીમાં આજે આવા જ એક લગ્ન યોજાયા. લગ્ન લોકડાઉન પહેલાથી નક્કી હોઈ આજે માત્ર પરિવારના સભ્યોની હાજરીમાં અંબાજી ખાતે લગ્ન યોજાયા હતા. પરંતુ આ પરિવાર નક્કી કર્યું હતું કે કોરોના મહામારી વચ્ચે લગ્નમાં જે પણ સગા સંબંધીઓ દ્વારા ભેટ સોગાદ આપવામાં આવે તે ભેટ અને નાણાં તેઓ પીએમ રાહત ફંડમાં જમા કરાવશે. જે અંતર્ગત આજે જ્યારે લગ્ન વિધિ પૂરી થઈ તે બાદ બંને યુગલો દ્વારા તેમને મળેલી ભેટની રકમ તેમજ પોતાની રકમ ઉમેરી તેઓએ જિલ્લા કલેકટરને એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો ચેક અર્પણ કર્યો હતો. તાજેતરમાં જ લગ્ન કરેલા નવ યુગલને કલેકટર ઓફિસમાં જોઈ કલેકટર ઓફિસના કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
લોકડાઉન ના સમયમાં દેશના અનેક લોકોએ પીએમ અને સીએમ રાહત ફંડમાં મોટું યોગદાન આપ્યું હતું. આ વચ્ચે નવયુગલે પોતાના નવજીવન ની શરૂઆતમાં જ પોતાને મળેલી ભેટ અને બચતના નાણાં લગ્નના દિવસે જ દેશસેવામાં અર્પણ કરી એક નવો રાહ ચિંધ્યો છે. સમગ્ર જિલ્લામાં લોકડાઉન વચ્ચે યોજાયેલા આ અનોખા લગ્નની ચર્ચા થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion