પાંચ જ દિવસમાં રસીકરણ મહાઅભિયાન ગોથે ચડ્યું, ગુજરાતમાં રસીની અછતથી લોકોની હાલાકી વધી
અમદાવાદમાં શનિવારે અનેક સેન્ટર ઉપર વેકસીન ઉપલબ્ધ ન હતી......
જૂનાગઢમાં વેક્સીન લેવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે. કેશોદ સીવીલ હૉસ્પિટલમાં બીજા ડોઝના મેસેજ આવતાં 300 કરતા વધુ લોકો ઉમટી પડ્યા હતા..જો કે પ્રશાસને માત્ર 40 ડોઝ હોવાનું જણાવતા ધક્કા મુકી થઈ અને સોશલ ડિસ્ટંસિગના નિયમો જળવાયા ન હતા. લોકોની ભીડ જોતા તાત્કાલિક પોલીસને બોલાવાની ફરજ પડી હતી. તો લોકોએ પણ વેક્સીનનો જથ્થો વધારવાની માંગ કરી હતી.
તો બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રોમાં રસીની અછતની ફરિયાદો ઉઠી છે. 18થી 44 વર્ષના લોકોને આપવામાં આવતી કોવીસીલ્ડ રસી ન મળતી હોવાની નાગરિકોની ફરિયાદ છે. શાસ્ત્રી મેદાન સામે આવેલી સૂચક કેન્દ્રમાં બંધ હોવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે..લોકોનું કહેવું છે કે ધંધા રોજગાર મૂકીને આવ્યા પરંતુ રસી જ નથી. જો કે મનપા અધિકારીઓએ કહેવું છે બાર હજાર ડોઝ આવ્યા છે.
તો તરફ અમદાવાદના આમલી વિસ્તાર અને ઘુમા વિસ્તારમાં આજે પણ અમુક વેક્સીનશન સેંટર બંધ જોવા મળ્યા છે. ઘુમા વિસ્તારમાં આવેલ આરોગ્ય કેંદ્રમાં મોટી સંખ્યામાં લોકો વેક્સીને લેવા માટે પહોંચ્યા હતા. પરંતુ લોકોની ફરિયાદ છે કે વેક્સીનની અછત હોવાથી પાછા ફરવું પડી રહ્યું છે.
ભરૂચમાં પણ વેક્સીન લેવા માટે લોકોની ભારે ભીડ જામી છે. ઝાડેશ્વર ગામમાં વાડી ખાતે ઉભા કરાયેલ વેક્સીન સેંટર લોકોની ભીડ જામી છે. મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે ઉમટયાં. જેના કારણે સોશલ ડિસ્ટંસિગના નિયમોનો ભંગ થયો છે.
અમદાવાદમાં શનિવારે અનેક સેન્ટર ઉપર વેકસીન ઉપલબ્ધ નહિ. અલગ અલગ સેન્ટરો ઉપર વેકસીન ઉપલબ્ધ ન હોવાની નોટિસ લાગી હતી. એક તરફ કેન્દ્ર સરકાર વેકસીનેશન મહાઅભિયાન ચલાવી રહી છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 400 સેન્ટર પૈકી અનેક સેન્ટર ઉપર વેકસીનનો જથ્થો આજે પહોંચશે નહિ.
શુક્રવાર જેવી જ વેકસીનેશનની સ્થિતિ શનિવારે પણ સામે આવી. 26 જુન સુધીમાં જે નાગરિકોને 84 દિવસ પૂર્ણ થયા હોય તેવા નાગરિકો પોતાનો બીજો ડોઝ લેવા પહોંચ્યા પણ રસીકરણ કેન્દ્રો બહાર વેકસીન ન હોવાના પોસ્ટર જોઈને નારાજગી દર્શાવી. વેકસીનેશન સેન્ટર ઉપર જ્યાં એક દિવસની 20 બોટલ એટલે કે 200 ડોઝ આપવામાં આવતા ત્યાં ઘટાડો કરવામાં આવ્યો અને હાલમાં ગણતરીના બુથ ઉપર 100 અથવા 150 ડોઝ આપવામાં આવી રહ્યા છે.