શોધખોળ કરો

Patan: પાટણમાં ખેડૂતે જીવિત ગાયને ટ્રેક્ટર પાછળ બાંધી એક કિમી ઢસડી, પશુ પ્રેમીઓમાં ભારે રોષ

પાટણ: ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અહીં એક ખેડૂત દ્વારા જીવિત ગાયને ટ્રેક્ટર પાછળ બાધી રોડ પર એક કિમી જેટલી ઘસેડવામાં આવતા પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાટણ: ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે.  અહીં એક ખેડૂત દ્વારા જીવિત ગાયને ટ્રેક્ટર પાછળ બાધી રોડ પર એક કિમી જેટલી ઘસેડવામાં આવતા પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂત સામે કાર્યવાહી શરૂ કરી છે.

પાટણના ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામે ગાય માતા સાથે નિર્દય ઘટના બનતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. આ ગામના જીતું નામના ખેડૂતના ખેતરમાં ગાય આવતા આ ખેડૂતે  જીવિત ગાયને પોતાના ટ્રેકટર પાછળ પગ બાધી રોડ પર એક કિમી સુધી ઘસેડી હતી. જેના કારણે આ ગાયને શરીર પર ગંભીર ઈજાઓ થઇ હતી. જો કે બીજી તરફ આ ઘટના બનતા કેટલાક પશુ પ્રેમીઓએ ચાણસ્મા પોલીસને જાણ કરી ત્યારે પોલીસે ઘટના સ્થળ આવી ખેડૂતની તપાસ શરુ કરી.

ગાય જીવશે ત્યાં સુધી સેવા કરીશ: ખેડૂત

જો કે, આ મામલે ગાયને ઢસડનાર ખેડૂતો કહ્યું કે, ગાય બેભાન હાલતમાં હતી. તેથી મને લાગ્યું કે ગાય મરી ગઈ છે, એટલે મે તેને મૃત માનીને ટ્રેક્ટર પાછલ બાંધી. મારો કોઈ ગેર ઈરાદો નહોતો. આ ઉપરાંત આ ખેડૂતે એવી પણ બાહેંધરી આપી કે, આ ગાય હવે જ્યા સુધી જીવશે ત્યાં સુધી હું મારી ઘરે રાખીશ અને તેની સેવા કરીશ.

રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડ માટે રહો તૈયાર

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમા ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સૂકું રહેશે. 48 કલાક તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય. આગામી બે દિવસ બાદ ઠંડી વધશે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન માં ઘટાડો થતા ઠંડી સામાન્ય વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.

ઠંડી વચ્ચે આ રાજ્યોમાં વરસાદની આગાહી

તીવ્ર ઠંડીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે, જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

પંજાબના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ હળવો વરસાદ જ્યારે 23 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 જાન્યુઆરીએ પણ વરસાદની સંભાવના છે. 22 જાન્યુઆરીએ દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વરસાદની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25 જાન્યુઆરીએ પણ દૂરના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 23 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં જ્યારે 24 જાન્યુઆરીએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 અને 25 જાન્યુઆરીએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તાપમાનમાં ક્યારે વધારો થશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 અને 20 જાન્યુઆરીએ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને તે પછી આગામી 3 દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ગુરુવારે (જાન્યુઆરી 19), ઉત્તર રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં શીત લહેરથી ગંભીર શીત લહેરની સ્થિતિ પ્રવર્તશે. તે જ સમયે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિની સંભાવના છે અને તે પછી તે ઘટશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget