શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 5 જિલ્લામાં ગુટખા, માવા, પાન-મસાલા, સિગારેટના વેચાણને મળી શકે છે મંજૂરી, જાણો કોણ લેશે અંતિમ નિર્ણય?
લોકડાઉનના કારણે ગુટખા, માવા, પાન-મસાલા, સિગારેટના બંધાણીઓ તકલીફમાં છે ત્યારે તેમના માટે રાહતના સમાચાર છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પાન-મસાલાના ગલ્લા ખુલ્લા રાખવા રાજ્ય સરકાર મંજૂરી આપી શકે છે.
ગાંધીનગરઃ લોકડાઉનના કારણે ગુટખા, માવા, પાન-મસાલા, સિગારેટના બંધાણીઓ તકલીફમાં છે ત્યારે તેમના માટે રાહતના સમાચાર છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પાન-મસાલાના ગલ્લા ખુલ્લા રાખવા રાજ્ય સરકાર મંજૂરી આપી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાન હેઠળની હાઈ પાવર કમિટી આ અંગે અંતિમ નિર્ણય લેશે પણ આ કમિટી અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને મોરબીમાં ગુટખા, માવા, પાન-મસાલા, સિગારેટના વેચાણને મંજૂરી આપીને પાનનાં ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપી શકે છે.
આ તમામ જિલ્લા ગ્રીન ઝોનમાં આવતાં હોવાથી પાનનાં ગલ્લા ખુલ્લા રાખવાની મંજૂરી રાજ્ય સરકાર આપે તેવી પ્રબળ શક્યતા છે. કેન્દ્ર સરકારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ તે અંગે માર્ગદર્શિકા બહાર પાડી તેમાં ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા ખુલ્લા રાખવાની મંજૂરી મળી છે.
ગુજરાતમાં અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને દ્વારકા આ જિલ્લાઓનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગ્રીન ઝોનમાં દારૂ, પાન, ગુટકા, તમાકુ વગેરેની દુકાનો ખોલી શકાય છે. એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું જરૂરી છે અને ગ્રાહકો વચ્ચે આ માટે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જરૂરી છે. અને આ દુકાનોમાં એક સમયે પાંચથી વધારે લોકો દુકાન પર હાજર ન હોવા જોઈએ તેવી શરત રાખવામાં આવી છે.
ગુજરાતના 9 જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના જે જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
ગુજરાતના 19 જીલ્લાઓને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે જીલ્લાઓ ઓરેન્જ ઝોન જાહેર થયા છે તેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં પાનના ગલ્લાઓને છૂટ નહીં મળે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement