સુરેન્દ્રનગરમાં ચાલકે કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ
ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માત કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી.
Surendranagar accident: સુરેન્દ્રનગરમાં કારને અકસ્માત નડતા ચારના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માત કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા 108માં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવમાંમાં આવ્યા છે.
મૃતકોના નામ
કરસનભાઈ ભરતભાઈ, 23
કિરણભાઈ મનુભાઈ,18
ઉમેશભાઈ જગદીશભાઈ, 15
કાનાભાઇ ભુપતભાઇ, 18
તમામ રહેવાસી ગોલાસણ, હળવદ
ઘાયલોના નામ
અમિતભાઇ જગદીભાઈ - ગોલાસણ હળવદ
કાનાભાઇ રાયધન ભાઈ - ગોલાસણ હળવદ
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. સુરતના કામરેજના ધોરણ પારડી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ - અમદાવાદ હાઇવે ઉપર ઉભેલી ટેન્કર પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ હતી. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતને લઈ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત
આ સિવાય બીજો અકસ્માત સુરતના વરાછા ખાતે થયો હતો. કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. મોટા વરાછા બાજુ જતા થ્રી વ્હીલ ટેમ્પોને ફોર વ્હીલ ટેમ્પોએ ટક્કર મારી હતી. અકસ્માત લઇને બ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત લઇને ટેમ્પો પલટી ખાઈ જતા ચાલકને ઇજા પહોચી હતી અને ટેમ્પોમાં રહેલો તમામ સામાન રસ્તા પર વેર વિખેર થઈ ગયો હતો.
જેતપુરમાં અકસ્માતની બે ઘટના
જેતપુર મંડલીક પુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જામજોધપુરથી રાજકોટ તરફ જઈ રહેલી કારને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં 3 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુર ભાદરના જુના પુલ ઉપર અકસ્માત સર્જાયો હતો. અહીં કારચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. કાર ચાલક જેતપુરથી રાજકોટ તરફ જતો હતો ત્યારે જેતપુર ભાદરના જુના પુલ ઉપર બાઈક ચાલક હીરુ રાકેશભાઈ ચૌહાણ નામના યુવક ટક્કર મારતાં ઈજાગ્રસ્ત થયો હતો. 108 ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી હતી.