ગુજરાતમાં વધુ એક પુલ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો, લોકાર્પણ પહેલા જ ધરાશાયી થતાં સ્થાનિકોમાં આક્રોશ
તાપી જિલ્લામાં લોકાર્પણ પહેલા જ પુલ ધરાશાયી થયો હતો
તાપી જિલ્લામાં લોકાર્પણ પહેલા જ પુલ ધરાશાયી થયો હતો. મળતી જાણકારી અનુસાર, તાપીના વ્યારા-વાલોડને જોડતો પુલ ધરાશાયી થયો હતો. આ પુલ માયપુર ગામ અને દેગામાને જોડતો હતો. પુલના નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પુલ ધરાશાયી થતા લોકોમાં રોષ ઠાલવ્યો હતો.
गुजरात: तापी के व्यारा तहसील के मायपुर और देगामा गांव को जोड़ने वाली सड़क पर मिंधोला नदी पर बना पुल टूटा। पुल के टूटने से करीब 15 गांव प्रभावित हुए हैं।
— ANI_HindiNews (@AHindinews) June 14, 2023
कार्यपालक इंजीनियर नीरव राठौड़ ने बताया, "पुल के निर्माण का कार्य 2021 में शुरू हुआ था, जिसकी लागत 2 करोड़ रुपए है। एक्सपर्ट… pic.twitter.com/RF76hsfPmB
તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો ગામનો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થતા તંત્ર અને એજન્સી વચ્ચેનો ભ્રષ્ટચારનો પોપડો બહાર આવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું, આ પુલનું લોકાર્પણ થાય તે પહેલાજ પુલ ધરાશાયી થવાના કારણે 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
પંદર જેટલા ગામોને જોડતા આ પુલનું કામ સુરતની અક્ષય એજન્સીને સોંપવામાં આવ્યું હતું. પુલના લોકાર્પણ પહેલા પુલ ધરશાયી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે સબંધિત માર્ગ મકાન વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે આ અંગે તલસ્પર્શી તપાસ કરી એજન્સી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ પુલના બાંધકામમાં ચોક્ક્સપણે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની અને આ અંગે ન્યાયિક તપાસની સ્થાનિકોએ માંગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે અમદાવાદમા પણ હાટકેશ્વર બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેના કારણે 40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ હતું. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો.