શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યા વિસ્તારમાં કમોસમી વરસાદ ઉતરાયણ બગાડે એવો ખતરો ? રાજ્યમાં ક્યારથી પડશે કાતિલ ઠંડી ?
ગુજરાતમાં ઉત્તરાયણ પૂર્વે ઠંડીમાં ઘટાડો થતાં લોકોને રાહત થઈ છે. આજે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન એકમાત્ર નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું.
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કમોમસી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે ઠંડીમાં રાહતના સમાચાર આવ્યા છે. આગામી 24 કલાકમાં ઠંડીમાં કોઈ વધારો જોવા નહીં મળે. ત્યાર બાદ આગામી બેથી ત્રણ દિવસમાં થોડી ઠંડી વધી શકે છે. જોકે માઉન્ટ આબીમાં પારો 2 ડિગ્રી પર યથાવત રહ્યો છે.
ગુજરાતમાં ઉત્તરાયણ પૂર્વે ઠંડીમાં ઘટાડો થતાં લોકોને રાહત થઈ છે. આજે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન એકમાત્ર નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાયના 22 શહેરોમાં 10 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.3 અને ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને રાહત થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં માવઠાંની આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે રાજ્યભરમાં લઘુત્તમ તાપમાં વધારો થતા લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરમાં રવિવારે સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલું ઉંચકાયું હતું. જેના કારણે ઠંડીનો પારો 14.5 થી 16.2 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાં વધુ પડતા ભેજના કારણે સોમવારે સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે. જોકે, વાતાવરણ સામાન્ય બનતાં આગામી 2 દિવસમાં ઠંડી 2-3 ડિગ્રી વધશે.
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો છેલ્લા ત્રણ દિવસથી 02 ડિગ્રી આસપાસ નોંધાયો છે.દિવસ દરમ્યાન તાપમાનનો પારો 21 ડિગ્રી નોંધાતા દિવસે સામાન્ય ઠંડીમાં સહેલાણીઓ દિવસ દરમ્યાન નકી લેકમાં બોટીંગનો આનંદ પણ લઈ શક્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement