શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કયા-કયા વિસ્તારમાં પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે કરી મોટી આગાહી? જાણો વિગત
આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આગામી ત્રણ દિવસ કચ્છ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, દીવ-દમણમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તથા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમુક વિસ્તારોને તો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે.
આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
જોકે અમદાવાદમાં આ આખા અઠવાડિયા દરમિયાન વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં અઠવાડિયાના અંતમાં અને નવા અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે 1 અને 2 સપ્ટેમ્બરે પણ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion