શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં 40 કિમીની સ્પીડના તોફાની પવન સાથે ક્યા વિસ્તારોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ ? જાણો વિગત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 10 સપ્ટેમ્બરથી ફરી વરસાદી હોલ જામવા માંડશે.
ગાંધીનગરઃ એક સપ્તાહના વિરામ બાદ આજે ગુરૂવારથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આ વખતે વરસાદ ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રને ત્રણ દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 10 સપ્ટેમ્બરથી ફરી વરસાદી હોલ જામવા માંડશે. હવામાન વિભાગ દ્વારા 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 11 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. 11 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
જ્યારે 12મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 121 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલું રહી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion