શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા ત્રણ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો? જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4721 પર પહોંચ્યો છે
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4721 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 236 થયો છે.
સૌથી મોટી વાત એ છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો જ નથી તેના નામ છે અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા. આ ત્રણ જિલ્લાઓમાં કોરોનાના રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં જોકે તમામ લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં.
રાજ્યમાં કુલ 4721 કોરોના કેસમાંથી 36 દર્દી વેન્ટિલેટર પર છે અને 3713 સ્ટેબલ છે. મૃત્યુઆંક 236 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 736 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 68774 ટેસ્ટ થયા જેમાંથી 4721 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement