Gujarat Rain: સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો,તાપી કિનારેના ગામોને મળી રાહત
Gujarat Rain Update: સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં 42 સેમીનો વધારો થયો છે. 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસ તમામ યુનિટી શરૂ કરાયા છે.
Gujarat Rain Update: સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં 42 સેમીનો વધારો થયો છે. 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસ તમામ યુનિટી શરૂ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.95 મીટરે પહોંચી છે. પાણીની આવક 62390 ક્યુસેકની થઈ છે. સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 1685 મિલિયન ક્યુબીક મીટર છે. મધ્ય પ્રદેશના ભારે વરસાદના કારણે પાણીની આવક વધી રહી છે.
તો બીજી તરફ સુરત માટે રાહતના સમાચાર છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે. આજે માત્ર એક લાખ એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં પાણીની આવક ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી છોડવાનું ઓછું થતા તાપી કિનારેના ગામોને રાહત મળી છે. ઉકાઈ ડેમમાંથી હાલ 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઇ ડેમમાં 87,438 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 101858 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ડેમની સપાટી પર 333.32 ફૂટ પહોચી છે.
વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૪ અને ૨૫ જુલાઈએ ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લા પ્રશાસને અગમચેતીના પગલા લેવાનો આરંભ કરી દીધો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. SDRF હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનીની ટીમ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં નાગરિકોમાં આપત્તિના સમયે કેવી તકેદારી રાખવી તે અંગે લોકજાગૃતિનું કાર્ય કરી રહી છે.
તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદની આગાહીના પગલે બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં હજુ સુધી સીઝનનો ૬૦ ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં શનિવારે રેડ એલર્ટ જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 23 જુલાઈ 8.30 કલાક થી 24 જુલાઈ 8.30 કલાક સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા.જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પ્રાંતિજ પંથક બાદ હિંમતનગર પંથકમાં વરસાદનું આગમન થયું હતું. હિંમતનગર શહેર સહિત આસપાસના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગરના ગઢોડા, હડિયોલ, બોરીયા, પીપલોદી અને સાબરડેરી પંથકમાં વરસાદ નોંધાયો હતો. આ પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને જિલ્લા વહિવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે પુર્વ તૈયારીઓ આરંભી છે. પ્રશાસન દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ ૨૪x૭ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં નાગરીકોને મદદ સહાયરૂપ થવા મટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવેલ છે. સંભવિત પરિસ્થિતિને જોતાં પ્રશાસને નીચાણવાળા વિસ્તારોની ઓળખ, તાલુકા દીઠ આશ્રય સ્થાનો અને સ્થાનિક તરવૈયાઓની યાદી તૈયાર કરી છે.
સૌરાષ્ટ્રના સૂત્રાપાડા સહિત ગુજરાતના 27 તાલુકામાં 100 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. કચ્છ- નર્મદા જિલ્લામાં એક માસમાં ચાર માસનો 100 ટકા વરસાદ નોંધાયો છે. નવસારી, વલસાડ, ડાંગના તમામ 18 તાલુકામાં 100થી 208 ઈંચ નોંધાયો છે. રાજ્યમાં 60 ટકા (20.50 ઈંચ) વરસાદ, હજુ ચોમાસું 70 ટકા બાકી છેય