(Source: ECI/ABP News/ABP Majha)
Porbandar: પોરબંદર મધદરિયે કૉસ્ટગાર્ડનું હેલિકૉપ્ટર દૂર્ઘટનાગ્રસ્ત, 3 સભ્યો લાપતા, રેસ્ક્યૂ માટે ગયુ હતુ દરિયામાં...
Porbandar: ભારતીય કૉસ્ટગાર્ડ (ICG)ના હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું
Porbandar: ભારતીય કૉસ્ટગાર્ડ (ICG)ના હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ચારમાંથી ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમની શોધ ચાલી રહી છે, જ્યારે એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે.
ભારતીય કૉસ્ટગાર્ડે એક નિવેદન જાહેર કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકૉપ્ટર (ALH) સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મૉટર ટેન્કર હરિ લીલામાં સવાર એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. કૉસ્ટગાર્ડે કહ્યું કે આ કાર્યવાહી મૉટર ટેન્કરના માલિક હરિ લીલાની વિનંતી પર કરવામાં આવી છે. કૉસ્ટગાર્ડના ક્રૂમાં ચાર લોકો સવાર હતા. અહેવાલ મુજબ ઓપરેશન દરમિયાન હેલિકૉપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
Indian Coast Guard (ICG) Advanced Light Helicopter (ALH) which saved 67 lives during recent cyclonic weather in Gujarat was launched around 2300 hours yesterday for medical evacuation of a seriously injured crew onboard Indian Flagged Motor Tanker Hari Leela, about 45 kms from… pic.twitter.com/nx4VA7MsVc
— ANI (@ANI) September 3, 2024
હેલિકૉપ્ટરનું દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હેલિકૉપ્ટર જ્યારે મૉટર ટેન્કર સુધી પહોંચવાનું હતું ત્યારે કેટલાક કારણોસર હેલિકૉપ્ટરને દરિયામાં લેન્ડ કરવું પડ્યું હતું. દૂર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટરના ગુમ થયેલા સૈનિકોની શોધ માટે કૉસ્ટગાર્ડે ચાર જહાજો અને બે એરક્રાફ્ટને બચાવ કામગીરીમાં તૈનાત કર્યા છે. મળતી માહિતી મુજબ, એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે.
આ પણ વાંચો
Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે