રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
નવા વર્ષની શરુઆત પહેલા જ રાજ્યમાં શિયાળો જામ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે , હજુ પણ રાજ્યના તપામાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો આવશે.
ગાંધીનગર: નવા વર્ષની શરુઆત પહેલા જ રાજ્યમાં શિયાળો જામ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે , હજુ પણ રાજ્યના તપામાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો આવશે. હવામાન વિભાગ મુજબ, હાલ કચ્છ જિલ્લામાં શિતલેહર અનુભવાશે પરંતુ નવા વર્ષથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળશે. આજે કચ્છ જિલ્લાનું નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. પાટણ અને ડીસામાં 9 ડિગ્રી, જ્યારે રાજકોટ અને ભૂજમાં 10 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આવનારા 3 દિવસ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે.
ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે.
Karnataka Covid Guidelines: કર્ણાટકે નવા વર્ષની ઉજવણીને લઈ જાહેર કરી ગાઈડલાઈન, જાણો ક્યાં ફરજિયાત કરાયું માસ્ક
કોરોના વાયરસે ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં બગડતી પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. આ પછી કર્ણાટક સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટ વચ્ચે કર્ણાટક સરકારે નવા વર્ષની ઉજવણીને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.
કર્ણાટક સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, નવા વર્ષની ઉજવણી સવારે 1 વાગ્યા સુધી જ કરી શકાશે. આ ઉપરાંત હવે રાજ્યમાં ઘણી જગ્યાએ માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે આ જાણકારી આપી. તેમણે કહ્યું, "ગભરાવાની જરૂર નથી, ફક્ત સાવચેત રહો.
કોવિડ ગાઈડલાઈન વિશે માહિતી આપતા કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, "મૂવી થિયેટર, શાળા અને કોલેજોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પહેલા ઉજવણી સમાપ્ત થઈ જશે. " તેમણે લોકોને ગભરાવાની જગ્યાએ સાવચેતી રાખવા અપીલ કરી છે.