શોધખોળ કરો

Biparjoy Effect Update Live: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદે સર્જી જળપ્રલયની સ્થિતિ, બનાસકાંઠામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે,ખાસ કરીને ઉતર ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસતાં અને મકાનાનો છાપરા ઉડ્યા છે તો વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જાણો અપડેટ્સ

LIVE

Key Events
Biparjoy Effect Update Live: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદે સર્જી જળપ્રલયની સ્થિતિ, બનાસકાંઠામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ

Background

Biparjoy Effect Update Live: બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે.   બિપરજોય વાવાઝોડાએ સૌથી વધુ કચ્છમાં તારાજી સર્જી છે.ગુજરાતમાં 15 જૂને ત્રાટકેલું બિપરજોય વાવાઝોડું હવે ઉત્તર-પૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 15 જૂને વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ કચ્છમા લાંબો સમય સુધી વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી.હવામાનના  અનુમાન મુજબ આ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયું છે. બિપરજોયની અસરના પગલે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ આગામી 48 કલાક વરસાદની આગાહી કરી છે. 

પરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નદી નાળા છલકાયા છે. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ કડીમાં રાજકોટનો આજી-2 ડેમ છલકાયો છે. જે બાદ આજી-2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. સવારે 8 વાગે 14 દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવશે. પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
 
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. રાતના ૦૮ થી ૧૦ દરમિયાન ચુડા તાલુકામાં નોંધાયો ૩.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. ચુડા,મોજીદડ,કારોલ, છત્રીયાળા,ભગૂપુર સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાની અસરને પગલે ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે.

.

13:04 PM (IST)  •  17 Jun 2023

આજથી ભક્તો માટે ખૂલશે આ મંદિરના દ્વાર

બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને જોતા અગમચેનીના ભાગરૂપે પ્રશાસન દ્રારા કેટલાક પગલા લેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ગુજરાતના ધર્મસ્થાનો પણ ભકતો માટે બંધ કરી દેવાયા હતા.જો કે હવે વાવાઝોડુ પસાર થઇ જતાં ગુજરાના ઘર્મસ્થાનોને ફરી એકવાર ખુલ્લા મૂકાયા છે.પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આજથી  ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે  ભારે પવનને લીધે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ રહેશે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ વે સેવા ફરીથી શરૂ કરાશે. ઉપરાંત આજથી આજથી દ્વારકા, સોમનાથ, ખોડલધામને પણ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. માતાના મઢમાં પણ આજથી ભક્તો  દર્શન કરી શકશે.

12:52 PM (IST)  •  17 Jun 2023

ગૃહમંત્રી અમિત શાહ ભૂજ પહોંચ્યા, નુકસાનનું કરશે હવાઇ નીરિક્ષણ

બિપરજોય વાવાઝોડાએ કચ્છને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે.અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારોનું મુલાકાત લેવા આજે ભૂજ પહોંચ્યાં છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શાહ હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ કરીને નુકસાનીનો  તાગ મેળવશે. કચ્છના માંડવીમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. માંડવીના નદીનાળામાં ઓવરફ્લો છે.

12:47 PM (IST)  •  17 Jun 2023

Rain Update:સતત બીજા દિવસે પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ

બિપરજોયની અસરના કારણે સાંતલપુર, રાધનપુર તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ચારણકાના સોલાર પ્લાન્ટમાં પાણી  ભરાયા છે.,ઢીંચણસમા પાણી ભરાતા સોલાર પ્લાન્ટને મોટું નુકસાન થયું છે.

12:47 PM (IST)  •  17 Jun 2023

Rain Update: ગાંભોઈ-ભિલોડા રોડ પરના અંડરબ્રિજ જળમગ્ન

સાબરકાંઠા જિલ્લામાં સતત  પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ગાંભોઈ-ભિલોડા રોડ પરના અંડરબ્રિજમાં પાણી ભરાયું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વધી છે.

12:45 PM (IST)  •  17 Jun 2023

Rain Update: મહેસાણા કેટલાક વિસ્તારો ભારે પવન સાથે વરસાદ, રસ્તા વૃક્ષો ધરાશાયી

બિપરજોઇ વાવાઝોડાના લઇને રાજયમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર, મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છો. બહુચરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સુરપુરા જવાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં રસ્તા બ્લોક થઇ ગયા છે. તો વિસનગરમાં ભારે વરસાદના કારણે પાણી  ભરાયા છે. સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget