શોધખોળ કરો

વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ

Jamnagar girl heart attack: પવિત્ર પુરુષોત્તમ માસમાં પરિવાર સાથે રાજકોટ ગયેલી આનંદી રિસોર્ટમાં રમતી વખતે અચાનક ઢળી પડી; નાની ઉંમરે હાર્ટ અટેકના બનાવથી વાલીઓમાં પણ ભારે ચિંતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જામનગરની 14 વર્ષીય આનંદી મોદીનું હાર્ટ અટેકથી અવસાન.
  • રાજકોટ મામાના ઘરે પવિત્ર માસમાં રમતા અચાનક ઢળી પડી.
  • તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ, પણ ડોક્ટરો બચાવી શક્યા નહીં.
  • અચાનક મોતે પરિવારમાં શોક અને સ્વાસ્થ્ય ચિંતા વધારી.

Jamnagar girl heart attack: જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી અને રાજકોટ પોતાના મામાના ઘરે ગયેલી 14 વર્ષની આનંદી મોદીનું હાર્ટ અટેકથી કરુણ મોત નીપજ્યું છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પરિવાર સાથે ભેગી થયેલી આ લાડકવાયી દીકરી રિસોર્ટમાં અન્ય બાળકો સાથે રમતાં-રમતાં અચાનક જમીન પર ઢળી પડી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહોતા. માત્ર 14 વર્ષની ઉંમરે હાર્ટ અટેકથી થયેલા આ મોતે આખા પરિવારને આઘાતમાં ગરકાવ કરી દીધો છે, અને વાલીઓમાં પણ બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધારી દીધી છે.

પરિવારના મિલનનો પ્રસંગ માતમમાં ફેરવાયો

મળતી માહિતી મુજબ, જામનગરના મોટુ ફળી વિસ્તારમાં રહેતા રાજેશભાઈ મોદીની 14 વર્ષની દીકરી આનંદી પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે રાજકોટ પોતાના મામાના ઘરે ગઈ હતી. આનંદીના મામા ગોપાલ કટારિયાએ જણાવ્યું કે, આ પવિત્ર માસ હોવાથી બહેનો અને પરિવારના અન્ય સભ્યો રાજકોટમાં ભેગા થયા હતા.

પરિવારે પહેલા રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવ્યું હતું અને ત્યારબાદ સાંજે બધા આનંદ રિસોર્ટમાં જમવા ગયા હતા. જમ્યા પછી વડીલો વાતો કરી રહ્યા હતા અને આનંદી બીજા બાળકો સાથે હસી-ખુશીથી રમી રહી હતી. કોને ખબર હતી કે આ ખુશીની પળો ગણતરીની મિનિટોમાં જ માતમમાં ફેરવાઈ જશે! રમતા-રમતા અચાનક આનંદીને સિવિયર હાર્ટ અટેક આવ્યો અને તે ત્યાં જમીન પર ઢળી પડી.

આ પણ વાંચોઃ હાર્ટ અટેક આવતા પહેલા શરીર આપે છે આ 8 સંકેત

સારવાર મળે તે પહેલાં જ જીવ ગયો

દીકરી અચાનક ઢળી પડતા પરિવારજનોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને તેઓ તરત જ આનંદીને નજીકની સિનર્જી હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ કમનસીબે, ડોક્ટરો સારવાર શરૂ કરે તે પહેલાં જ આ માસૂમ દીકરીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ડોક્ટરોએ પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હાર્ટ અટેક જ જણાવ્યું હતું.

આનંદીના મામાએ ભીની આંખે મીડિયાને જણાવ્યું કે, આનંદીને અગાઉ કોઈ જ બીમારી નહોતી અને તે હંમેશા હસતી-ખેલતી રહેતી હતી. હાર્ટ અટેકને કારણે અચાનક આવેલી આ આફતથી મોદી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આનંદીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ભારે હૈયે જોડાયા હતા. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ અટેકના બનાવો સતત વધી રહ્યા છે, જે સમાજ અને વાલીઓ માટે હવે એક મોટો ચિંતાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચોઃ સાંજે 7 વાગ્યા પછીની આ ભૂલ વધારી શકે છે હાર્ટ એટેકનું જોખમ!

Frequently Asked Questions

જામનગરની કઈ બાળકીનું હાર્ટ અટેકથી અવસાન થયું?

જામનગરની 14 વર્ષીય આનંદી મોદીનું રાજકોટમાં હાર્ટ અટેકથી કરુણ મોત થયું છે. તે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે મામાના ઘરે ગઈ હતી.

આનંદી મોદીને હાર્ટ અટેક ક્યાં અને ક્યારે આવ્યો?

આનંદી રાજકોટમાં તેના મામાના ઘરે પુરુષોત્તમ માસ નિમિત્તે ગઈ હતી. તે આનંદ રિસોર્ટમાં જમ્યા પછી બાળકો સાથે રમતી વખતે જમીન પર ઢળી પડી.

મૃત્યુ પહેલા આનંદી મોદીનું સ્વાસ્થ્ય કેવું હતું?

આનંદીને અગાઉ કોઈ ગંભીર બીમારી નહોતી. તેના મામાના કહેવા મુજબ, તે હંમેશા હસતી-ખેલતી રહેતી હતી.

આનંદી ઢળી પડ્યા પછી તેને ક્યાં લઈ જવામાં આવી?

આનંદી અચાનક ઢળી પડતા પરિવારજનો તેને તાત્કાલિક નજીકની સિનર્જી હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું અવસાન થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget