શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીઃ રાજ્યના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની કરાઇ ભવ્ય ઉજવણી
ડાકોરમાં ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીર્તન કર્યા હતા.
અમદાવાદઃ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના નાદ સાથે રાત્રે 12 વાગ્યે દ્ધારકા, ડાકોર, શામળાજી, મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણને આભૂષણોથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ડાકોરમાં ‘જય રણછોડ માખણ ચોર’ના નાદ સાથે મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીર્તન કર્યા હતા.
યાત્રાધામ ડાકોરમાં જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ધામધૂમથી ઉજવણી કરાઇ હતીય વિશેષ પૂજા અને આરતી બાદ ભક્તોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ હતું.
ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટી પડ્યા હતા.ભાવી ભક્તોએ ભગવાનને રીઝવવા માટે મીશ્રી, માખણના ભોગ સાથે રાસ ગરબા પણ કરવામાં આવ્યા છે. અરવલ્લીના શામળાજીમાં રંગેચંગે જન્માષ્ટમી ઉજવવામાં આવી હતી. વિધિવત પૂજા અર્ચના કરીને ભગવાનના જન્મની ઉજવણી કરાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion