Junagadh: જાહેરમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મુસ્લિમ મૌલાના વિરૂદ્ધ ફરિયાદ, જુનાગઢમાં કરી હતી સભા
જુનાગઢના નરસિંહ સ્કૂલના મેદાનમાં મુસ્લિમ સમાજની ધર્મસભાનું આયજન થયુ હતુ, જેમાં ધાર્મિક આગેવાનોએ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ

Junagadh Crime News: થોડાક દિવસો પહેલા જુનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયુ હતુ, આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યુ હતુ, કેમકે આ સભામાં મુસ્લિમ આગેવાનોઓએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, હવે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢની કોર્ટ પાસે આવેલી નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં ગઇ જાન્યુઆરી 2024એ રાત્રિના સમયે 8 થી 12:30 ના સમયગાળા દરમિયાન મુસ્લિમ સમાજની સભા યોજાઇ હતી, જેમાં મુંબઇ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સ્પીચનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બનાવમાં પોલીસે શુક્રવારે જાતે જ ફરીયાદી બનીને ગુનો નોંધ્યો છે.
જુનાગઢના નરસિંહ સ્કૂલના મેદાનમાં મુસ્લિમ સમાજની ધર્મસભાનું આયજન થયુ હતુ, જેમાં ધાર્મિક આગેવાનોએ ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, આ મામલે હવે ત્રણ વિરુદ્ધ મોહમ્મદ યુસુફ, અજીમ હબીબ તેમજ મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધાઇ છે. ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે ભડકાઉ કર્યું હોવાની વાત સામે આવી છે. આ સભામાં આ લોકોએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ કર્યુ હતુ, એટલું જ નહીં મંજૂરી કરતા વધુ સમય સુધી આ સભાને ચાલુ રાખી હતી. આ મામલે આઇ.પી.સી. કલમ ૧૫૩(૨). ૫૦૫(૨), ૧૮૮, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના અધિક કલેકટર દર્શના ભગલાણી સામે કેશોદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે, જાણીએ શું છે મામલો
આરટીઆઇ કરનાર એક્ટિવેસ્ટને અપશબ્દો સાથે ધમકી આપી હોવાના મામલે સુરેન્દ્રનગરના અધિક કલેકટર દર્શના ભગલાણી સામે કેશોદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. કલેકટર, અધિક કલેકટર સહિતનાઓની આર.ટી.આઈ હેઠળ વિગતો માંગી હતી. કેશોદના અલ્પેશ ત્રાંબડીયા વિગતો માંગતા મહિલા અધિક કલેક્ટર ઉશ્કેરાયા હતા અને અલ્પેશ ત્રાંબડીયાને ફોન પર અપશબ્દ કહ્યાં હતા અને ધાકધમકી આપી હતી. અંતે મુખ્યમંત્રી ઓનલાઇન કાર્યક્રમમાં રજૂઆત કરાતા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. અને અધિક કલેક્ટર દર્શના ભગલાણી વિરુદ્ધ મુજબ કેશોદ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
