શોધખોળ કરો

Junagadh :  આ તારીખથી શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો 

ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ તારીખ 23 નવેમ્‍બરથી શરુ થશે. લીલી પરિક્રમાને લઈ જૂનાગઢ પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

જૂનાગઢ:    ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ તારીખ 23 નવેમ્‍બરથી શરુ થશે. લીલી પરિક્રમાને લઈ જૂનાગઢ પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.  આગામી તારીખ 27 નવેમ્‍બર સુધીમાં લાખો યાત્રાળુઓ ગિરનારની પરિક્રમા કરશે. જેને લઈ જૂનાગઢ કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજવામાં આવી હતી.  આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્‍ય, પરિવહન સહિત મુખ્‍ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

Junagadh :  આ તારીખથી શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો 

એસટી વિભાગ  દ્વારા  150  એકેસ્‍ટ્રા બસ દોડાવવામાં આવશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે આવનાર  યાત્રાળુઓ માટે એસટી વિભાગ  દ્વારા  150  એકેસ્‍ટ્રા બસ દોડાવવામાં આવશે.   જ્‍યારે જૂનાગઢના બસ સ્‍ટેશનથી ભવનાથ સુધી ૫૦ મીની બસ મૂકવામાં આવશે. બીપી હાઇપર ટેન્‍શન અને હૃદય રોગના દર્દીઓએ ગિરનારની ટેકરીઓનું ચઢાણ કરવું હિતાવહ નથી. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને આરોગ્‍ય તંત્ર આરોગ્‍ય કર્મચારી અને અન્‍ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવા કલેક્‍ટરએ માર્ગદર્શન આપ્‍યું હતું.

ભવનાથ સુધી 50 મીની બસ દોડાવાશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાર્થીઓ માટે એસ.ટી. વિભાગ દ્વાર 150  એકેસ્ટ્રા બસ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મીની બસ પણ મુકવામાં આવશે.

પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જુનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટેની કામગીર હાથ ધરાઈ છે. જેને કારણે કોઈ પરિક્રમાર્થીને અગવડ ઊભી નહી થાય. 

સમય મુજબ પરિક્રમા કરવાનું સૂચન

યાત્રિકો નિયત તારીખ કરતાં વહેલી પરિક્રમા શરૂ કરી દે છે એ બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ આ પ્રકારના બનાવ બન્યા હોવાથી યાત્રિકોને નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને વહેલી સવારે પરિક્રમા ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ

કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ  ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણે જ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget