જૂનાગઢમાં વરરાજાની કારમાં ખુલ્લેઆમ સ્ટંટ કરી કાયદાનું ભંગ, પોલીસ ફરિયાદ નોંધાઈ
જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે. જેમાં વરરાજાની કારમાં ખુલ્લેઆમ કાયદાનું ભંગ થતું જોવા મળ્યું છે.
જૂનાગઢ: જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે. જેમાં વરરાજાની કારમાં ખુલ્લેઆમ કાયદાનું ભંગ થતું જોવા મળ્યું છે. આ સમગ્ર મામલાની ગંભીરતા જોતા આ મામલે પોલીસ સ્ટાફ દ્વારા જવાબદારો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. જે અંતર્ગત પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હાલ પોલીસ આ મામલે જે કોઈ જવાબદાર હોય તેના સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં હાલ યુવાનોમાં વિવિધ વિડિયો બનાવવા જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક વખત તાજેતરમાં આ પ્રકારના વિડિયો તૈયાર કરવાના શોખ અજાણતા અકસ્માતે શોકમાં ફરી જાય તેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે જૂનાગઢ પંથકમાં વાયરલ થયેલ વિડિયો હાલ તો ચર્ચાનો વિષય બની ગયો છે.
આણંદ એક્સપ્રેસ વે પર ડાકોરના યુવકની ઈકો ટ્રક પાછળ ઘૂસી ગઈ
રાજ્યમાં સોમવારની ગોઝારી શરૂઆત થઈ છે. આણંદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત થયા છે. ડાકોરના ત્રણ લોકોનાં મોતથી રણછોડરાયની નગરીમાં શોકનો માહોલ છવાઈ ગયો. ખંભોળજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૂળ ડાકોરના યુવકે ગાડીના માલિકને વડોદરા મૂકી પરત ફરતા હતા ત્યારે મોડી રાત્રે એક્સપ્રેસ હાઈવે પર તેમની ઇકો કાર રોડ પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં એક સાથે ત્રણ લોકોનાં મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખંભોળજ પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નામ બદલી લગ્નવાંછુક હિન્દુ યુવકને ફસાવતી વધુ એક મુસ્લિમ લૂંટેરી દુલ્હન ઝડપાઈ