Junagadh: પૈસા મળશે-તાંત્રિક વિધિ કરવી પડશે કહીને ભુવાએ યુવતીને પીંખી નાંખી, પાંચ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ
ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી દીધા છે
Junagadh Crime Case: ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી દીધા છે. જુનાગઢના મેસવાણ ગામે એક યુવતી પર તાંત્રિક વિધિના નામે એક ભુવાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ પુરજોશમાં શરૂ કરી દીધો છે.
મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મેસવાણ ગામે આ ઘટના ઘટી છે. અહીં એક યુવતીએ તાંત્રિક વિધિ કરનારા એક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી, બાદમાં તકનો લાભ લઇને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો ભુવો જેનુ નામ સાગર છે, તે અને તેના સાગરિતો સહિત કુલ પાંચ લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ પાંચેયો લોકો વિરૂદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાક-ધમકી સહિતની ફરિયાદ આપી છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે આગળની તપાસ ચલાવી રહી છે.
રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી છેલ્લા 5 વર્ષથી શરીર સંબંધ બાંધ્યા અને પછી...
રાજકોટમાં યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસમાં આરોપી અન્ય ગુનામાં હાલ જેલમાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ વાલજીભાઈ ગોહિલ નામના શખ્સે નોકરી અપાવવાની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ છેલ્લા પાંચેક વર્ષથી શરીર સંબંધ બાંધ્યા હતા.
યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી
આરોપીએ યુવતીને કહ્યું હતું કે જો કોઈને કહીશ તો યુવતી અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીને સ્ટાર પ્લાઝાના ઇલેક્ટ્રીક રૂમમાં કામના બહાને બોલાવી ફરિયાદીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. પાંચ વર્ષ સુધી નોકરી કરવા બંધાયેલ છો જો તું ના પાડીશ તો તને તથા તારા પિતાને જેલમાં પુરાવી દઈશ તેવી યુવતીને ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી. યુવતીને નોકરી નહીં આપી છેતરપિંડી કરી શરીર સંબંધ બાંધ્યો હોવાની યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી દેવરાજ વાલજી ગોહિલ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને જે ગુનામાં હાલ જેલમાં છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એમ.આર. ગોંડલીયા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.