શોધખોળ કરો
જૂનાગઢઃ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પીનાર દલિતનું મોત, ત્રણ દલિતોએ પીધી હતી દવા

જૂનાગઢઃ શાંઢા ગામના દલિતો છેલ્લા એક મહિનાથી ગામની સાથણીની જમીન મળે તે મુદ્દે આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલની કઇ અસર ના થતા આખરે કંટાળીને ત્રણ દલિતોએ ઝેરી દવા કલેક્ટર કચેરીમા ગટગટાવી ગયા હતા. ઝેરી દવા પી લેતા એક વ્યક્તિની હાલત ગંભીર થતા તેને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ત્રણ દલિતોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. આ ત્રણેય શખ્સોને જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પરબત પરમાર નામના વ્યક્તિની તબિયત વધુ ખરાબ થતા તેને રાજકોટની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અને દલિતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર રાત દરમિયાન કલેક્ટર કચેરી ખાતે દલિતો એકઠા થયા હતા. અને મરનારને સહાય આપી અને ગામની ગોરની 700 વીઘા જમીનમાંથી સાથણીની જમીનની માંગણી કરી હતી. મોડી રાત સુધી જિલ્લા કલેકટર અને SP એ કચેરી ખાતે ફરજ ઉપર હાજર રહીને મામલો થાળે પાડ્યો હતો. જિલ્લા કલેકટરે લેખિતમાં ઘટતું કરવાની ખાતરી આપતા મૃતકને રાજકોટથી તેમના વતન શાંઢા ગામે અંતિમ સંસ્કાર આપવા માટે રવાના કરવામાં આવ્યો હતો. આ સાથે જ આંદોલન સમેટાયું હતું. સાથે અને દલિતોએ સાથે સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો હજુ અમને મળવા પાત્ર જમીન નહી મળે તો ફરીથી આંદોલન કરવામાં આવશે.
વધુ વાંચો





















