Gujarat Election: જે લોહીના ન થયાં એ કોઈના નહી થાય, પુત્રવધુએ નામ લીધા વિના સસરા પર સાધ્યું નિશાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રાજકરણમાં સંબંધો ક્યારે બગડી જાય અને ક્યારે સુધરી જાય તેના વિશે કંઈ કહી ન શકાય. આપણે ઘણીવાર ભાઈ-ભાઈ અને પિતા પુત્રની જોડીને સામ સામે લડતા જોયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રાજકરણમાં સંબંધો ક્યારે બગડી જાય અને ક્યારે સુધરી જાય તેના વિશે કંઈ કહી ન શકાય. આપણે ઘણીવાર ભાઈ-ભાઈ અને પિતા પુત્રની જોડીને સામ સામે લડતા જોયા છે. હવે પંચમહાલમાં પુત્રવધૂએ સસરા પર નિશાન સાધ્યું છે. જે લોહીનાં ના થયાં એ કોઈના નહી થાય. ચૂંટણી પ્રચાર દરમિયાન કાલોલનાં MLA સુમનબેન ચોહાણે તેમનાં જ સસરા અને પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું.
પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણને બીજેપીની ટિકીટ ન મળતાં કોંગ્રેસ પક્ષ તરફથી કાલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સુમન બેન ચોહાણ કાલોલ વિધાનસભા બેઠકનાં બીજેપીના ઉમેદવાર ફતેસિંહ ચોહાણનાં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. BJP છોડવાને લઈ પ્રભાત સિહ ચોહાણનો વ્યક્તિગત નિર્ણય હોવાનું સુમન બેન ચોહાણએ થોડા સમય પહેલાં જ પ્રતિક્રિયા આપી હતી.
બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી’, નીતિન પટેલ
મહેસાણામાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ ચૂંટણી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. સભાને સંબોધતા નીતિન પટેલે કહ્યુ હતું કે બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી. હવે સડસડાટ આગળ વધશે વિકાસ યાત્રા...'મહેસાણા ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નીતિન પટેલ પહોંચ્યા હતા. સભામાં નીતિન પટેલે દાવો કર્યો હતો કે મે જ મુકેશ પટેલની પસંદગી કરી છે. બીજી ચાર-પાંચ બેઠકો પર મારી જ પસંદગીના ઉમેદવાર મુકવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં PM મોદીની જાહેરસભા, ભાજપનો દાવો- 1 લાખ લોકો આવે તેવી વ્યવસ્થા કરાઈ
આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. વલસાડના ઝુજવા ગામે પીએમ મોદીની જાહેરસભા યોજાશે. આ સભાને લઈને ભાજપના નેતાઓથી લઈને પ્રશાસન તડામાર તૈયારીમાં લાગ્યું છે. જિલ્લા ભાજપનો દાવો છે કે, PM મોદીની સભા એક લાખ લોકો આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ સભાની સાથે પીએમ મોદી રોડ શૉ પણ યોજવાના છે. દક્ષિણ ગુજરાત બાદ બીજા દિવસે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. 2 દિવસમાં સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની ચાર સભા યોજાશે. 20મી તારીખે ધોરાજીમાં યોજાનાર સભાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. સવા લાખ લોકો બેસી શકે તેટલી ક્ષમતા વાળો વિશાળ ડોમ બનાવાઈ રહ્યો છે.
શિવરાજ સિંહ ચૌહાણે કચ્છમાં સભા ગજવી, કોંગ્રેસ- આપ પર સાધ્યું નિશાન
બીજેપીએ કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. કચ્છમાં આયોજિત એક જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, આજે તમે કચ્છની પાઘડી પહેરીને મારું સ્વાગત કર્યું છે. આપણા દેશમાં પાઘડીથી મોટું કોઈ સન્માન નથી. હું તમને વચન આપું છુ કે તમારું ગુજરાતનું ગૌરવ અને ગૌરવ વધારવા માટે મારાથી જે પણ યોગદાન થઈ શકે તે આપીશ. અહીંનું દાડમ, અહીંનું ડ્રેગન ફ્રૂટ પ્રખ્યાત છે. કચ્છના લોકો જ્યાં જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે.