(Source: ECI/ABP News/ABP Majha)
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટબરની આ તારીખે પ્રવાસીઓ માટે રહેશે બંધ, ઓનલાઇન ટિકિટ બંધ કરાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિતિ રહેશે, જેના પગલે 28થી 1 નવેમ્બર સુધી કેવડિયા પ્રવાસન સ્થળો બંધ રહેશે..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિતિ રહેશે, જેના પગલે 28થી 1 નવેમ્બર સુધી કેવડિયા પ્રવાસન સ્થળો બંધ રહેશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ તેમની વેબસાઇટ પર આ મુદ્દે જાહેરાત કરી છે. 28થી 1 નવેમ્બર સુધી કેવળિયાના પ્રવાસન સ્થળો બંધ રહેતા ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવાઇ છે.
PM મોદી 30 ઓક્ટોબરે ગુજરાત આવશે અને કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરશે. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતીના અવસરે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.જેમાં પીએમ મોદી ઉપસ્થિતિ રહેશે.
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અપાશે અને પરેડનું આયોજન કરાશે.
કેવડિયા ખાતે આ કાર્યક્રમ યોજનાર હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે કેવળિયાના પ્રવાસન સ્થળોને 5 દિવસ સુધી બંધ કરી દેવાયા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ દરમિયાન કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરી છે.
પીએમ મોદીનો ગુજરાતના પ્રવાસના કાર્યક્રમ પર નજર કરીએ તો તેઓ 30 ઓક્ટોબરે કેવડિયા પહોંચશે તે જ દિવસે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયામાં જ રાત્રિ રોકાણ કરેશે અને સવારે રાષ્ટ્રીય એકતા દિનના અવસરે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે આ સાથે તેઓ આ અવસરે અનેકવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પણ કરાવશે,
આ પણ વાંચો
India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટીને થયા બે લાખથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો
કેરળમાં વરસાદથી તબાહી, કેટલીક નદીઓ થઇ બેકાંઠે, કોટ્ટાયમમાં 6ના મોત-4 લાપતા, જાણો વિગતે