રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં કારમી હાર, 20 વર્ષના એકચક્રી શાસનનો અંત
Gram Panchayat Election Result 2025: રાજ્યમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. આ પરિણામમાં કેટલાક ચોંકવનારા પરિણામ પણ આવ્યા છે.

Gram Panchayat Election Result 2025: રાજ્યમાં 22 જૂને યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. આ પરિણામમાં કેટલાક ચોંકવનારા પરિણામ પણ આવ્યા છે. જેમાં ગુજરાત સરકારના એક મંત્રીના પુત્રને હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકારના મંત્રી પુત્રની હાર થતા હાલમાં આ મુદ્દો ચર્ચામો વિષય બન્યો છે.
અમે વાત કરી રહ્યા છીએ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહની. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રી પુત્રની કારની હાર થઈ છે. જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રીના પુત્રનો કારમો પરાજય થતા ચારે તરફ ચકચાર મચી છે. તમને જણાવી દઈએ કે, કિરણસિંહ ભીખુસિંહ પરમાર અંદાજે 600થી મતે ચૂંટણી હાર્યા છે. જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા. વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત મળ્યા હતા જ્યારે કિરણસિંહ ભીખુસિંહ પરમારને માત્ર 751 મત મળ્યા હતા. આમ મંત્રીપુત્રની કારમી હાર થતા આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રી પુત્રની હાર થતા અનેક લવાલો ઉઠ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી છે. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પરિવારની આ વખતે હાર થતા ચર્ચાનો વિષય બન્યો છે. મંત્રી પોતે ગ્રામ પંચાયત ન બચાવી શકતા આવનારા સમયમાં મોટા પડઘા પડે તેવા એંધણા છે. નોંધનિય છે કે, 2027મા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવવાની છે. જે પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મંત્રી પુત્રની હાર થવી એ પાર્ટી માટે ગંભીર બાબત છે. રાજ્યકક્ષાના મંત્રી ભુખિસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર હારના આવનારા સમયમાં મોટા પડઘા પડે તો નવાઈ નહીં.

તમને જણાવી દઈએ કે, ભીખુસિંહ 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા. ભીખુસિંહ બાદ કિરણસિંહ સરપંચ રહ્યા હતા. કિરણસિંહ પછી પુત્રવધુ જયાબેન કિરણસિંહ પણ સરપંચ રહ્યા હતા. આમ આ હાર થતા 20 વર્ષથી ચાલતા ભીખુસિંહ પરમારના પરિવારના એકીચક્ર શાસનનો અંત આવ્યો છે.
હાર બાદ મંત્રી ભીખુસિંહ પરમારની પ્રતિક્રિયા
પોતાના પુત્રને મળેલી હાર બાદ મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જનતાએ આપેલો ચૂકાદો શિરોમાન્ય છે. તેમણે વિજેતા ઉમેદવાર મંગળસિંહને અભિનંદન આપ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, એન્ટી ઈન્કમબંસીના કારણે પરાજય થયો છે.
કેટલી ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી?
કુલ 8326 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જો કે તેમાંથી 751 બિનહરીફ જાહેર થઇ છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કુલ 751 ગ્રામ પંચાયતમાં ચૂંટણી વિના જ સરપંચ અને સભ્યો નક્કી થઇ ગયા છે. તેમાં ભાવનગર સૌથી આગળ છે. અહીં 102 ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર થઇ છે. તે જામનગર 60 અને બનાસકાંઠામાં 59 પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.
ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું હતું. અમદાવાદ જિલ્લામાં 9 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં પાંચ તાલુકામાં કુલ મળીને 15 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. વિરમગામમાં જાદવપુરા, શિવપુરા, ચંદ્રનગર, ડુમાણા, કાળીયાણા અને થોરીવડગાસ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, તો ધોલેરામાં આંબલી, કાદીપુર, ગોગલા, પીપળી અને સરસલાપરા ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. દેત્રોજ-રામપુરાની કાંત્રોડી અને જેઠીપુરા, ધોળકાની ભવાનપુરા તથા સાણંદની લીલાપુર ગ્રામ પંચાયત સમરસ થઈ છે.





















