(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat IAS Transfer: ગુજરાતમાં આ IAS અધિકારીઓની થઈ ટ્રાન્સફર ? જાણો વિગત
ગુજરાત સરકારે મંગળવારે નર્મદા કલેક્ટર ધર્મેન્દ્ર શાહ સહિત ત્રણ IAS અધિકારીઓની બદલી કરી છે
Gujarat Bureaucrats: ગુજરાત સરકારે મંગળવારે નર્મદા કલેક્ટર ધર્મેન્દ્ર શાહ સહિત ત્રણ IAS અધિકારીઓની બદલી કરી છે. ધર્મેન્દ્ર શાહને સહકારી રજીસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બદલી કરાયેલા અન્ય અધિકારીઓમાં 2004-બેચના અધિકારી કે.એમ.ભીમજીયાણી અને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલનો સમાવેશ થાય છે.
- આઈએએસ કે એમ ભિમજીયાણી સહકાર અને કૃષિ વિભાગ ના સચિવ બનાવાયા
- આઈએએસ ધરામેન્દ્ર શાહ રજિસ્ટ્રાર કો ઓપરેટીવ સોસાયટી તરીકે નિયુક્તિ
- આઈએએસ હર્ષદ પટેલ ને રાહત કમિશનર તરીકે બદલી
- આઈએએસ પી સ્વરૂપ ને રાહત કમિશનર તરીકે જવાબદારી પરત લઈ ગુજરાત આલ્કાઈઝ એન્ડ કેમિકલ્સ લી એમડી તરીકે વધારાની જવાબદારી સોંપાઈ
- આઈઆરએસ સચીન ગુશીયા ને એગ્સ્યુકિટીવ ડિરેક્ટર આદિવાસી વિકાસ કોર્પોરેશન મા નિયુક્તિ
- આઈએએસ ગાર્ગી જૈન ને એમડી ગુજરાત ઈન્ફોમેટિક્સ ને વધારાનો હવાલો સોંપાયો
ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન બાદ પરિણીતાનું મોત થતાં પરિવારજનો વિફર્યા, જાણો વિગત
સુરતના કાપોદ્રાની પરિણીતાનું સરથાણાની ખાનગી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ તબિયત લથડતા મોત નીપજ્યું હતું. વિવાદને પગલે પતિ સહિત પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફની બેદરકારીના કારણે તેનું મોત હોવાના આક્ષેપો સાથે હોબાળો કર્યો હતો. પરિવારજનોએ પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું જણાવ્યું હતું.
શું છે મામલો
મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં ઘેટી ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક અણધણ ઓનલાઇન માર્કેટિંગની ઓફ્સિ ચલાવે છે. તેમની પત્ની પ્રિયંકા (ઉવ.25)ને એપેન્ડિક્સની તકલીફ હતી. જેથી તેણીનું સરથાણા જકાતનાકાની આનંદ સર્જિકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સોમવારે સવારના સમયે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં ઓપરેશન બાદ પ્રિયંકાની તબિયત લથડવા લાગતા તેનું મોત થયું હતું.
ઓપરેશન બાદ યુવતીની હોઠ સફેદ થવા લાગ્યા હોવાનો પતિએ લગાવ્યો આરોપ
વિવેકના જણાવ્યા મુજબ પ્રિયંકાનું ઓપરેશન કર્યા બાદ કલાકો સુધી ભાનમાં આવી ન હતી. ત્યારબાદ પ્રિયંકાના હોઠ સફેદ થવા લાગતા ડોક્ટરને જાણ કરવામાં આવી હતી. ડોક્ટરે પ્રિયંકાનું હૃદયના હુમલાને કારણે મોત થયું હોય તેવું લાગી રહ્યું છે, તેવું કહ્યું હતું. જોકે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી તથા તબીબો સહિત સ્ટાફ્ની બેદરકારીના કારણે થયું છે.
પરિવારના આક્ષેપોના આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. એએસએલ સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણવા મળશે. પોસ્ટમોર્ટમ થયા બાદ પણ મંગળવારે રાત સુધી મૃતક પ્રિયંકાના પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો. તેઓએ હોસ્પિટલના તબીબ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ કરી હતી.
આ પણ વાંચો
Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વીમીંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર
Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત