(Source: ECI/ABP News/ABP Majha)
કોડીનાર: ડોળાસા ગામ નજીક સીમ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો
જેને વનવિભાગને જાણ કરી હતી. જસાધાર વનવિભાગે ઘટનાસ્થળે દોડી જઈ સિંહબાળનો મૃતદેહ કબ્જે લઈ વિશેષ તપાસ હાથ ધરી છે. સિંહબાળ કુપોષિત હોવાના કારણે મૃત્યુ થયાનું તારણ છે.
ગીર સોમનાથ: કોડીનારના ડોળાસા ગામ નજીક બોડીદર અને ઝાંઝરીયા ગામ વચ્ચે સીમ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો છે. સિંહ બાળનો મૃતદેહ અંગે ખેડૂતને જાણ થતા તાત્કાલિક સરપંચને જાણ કરી હતી. જેને વનવિભાગને જાણ કરી હતી. જસાધાર વનવિભાગે ઘટનાસ્થળે દોડી જઈ સિંહબાળનો મૃતદેહ કબ્જે લઈ વિશેષ તપાસ હાથ ધરી છે. સિંહબાળ કુપોષિત હોવાના કારણે મૃત્યુ થયાનું તારણ છે.
સિંહના બચ્ચાનું કુપોષણના અભાવે મોત થયું હોવાનું અનુમાન છે. ગામના સરપંચને જાણ થતા વન વિભાગને માહિતગાર કર્યા હતા. કોડીનારના ડોળાસા ગામ નજીકના બોડીદર અને ઝાંઝરીયા ગામ વચ્ચે સીમ વિસ્તારમાં સિંહ બાળનો મૃતદેહ ખેડૂતના ધ્યાને આવતા ખેડૂતે ગામના સરપંચને કરતા ઝાંઝરીયા ગામના સરપંચ પ્રફુલભાઈ વાળાએ જસાધાર વન વિભાગને જાણ કરતા વન વિભાગના સ્ટાફે ઘટના સ્થળે જય સિંહબળના મૃતદેહને કબજે કરી વિશેષ તપાસ બાદ જણાવ્યું હતું કે, આ સિંહબાળ કુપોષિત હોવાને કારણે તેનું મૃત્યુ થયું છે.
Surat: PM મોદી પર વિવાદ ટિપ્પણી કરનાર બિલાવલને પાટીલે આપ્યો સણસણતો જવાબ
પ્રધાનમંત્રી મોદી માટે પાકિસ્તાન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ નિવેદન આપ્યું છે. સીઆર પાટીલે જણાવ્યું છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ તદ્દન કથળી ગઈ છે. ભિખારી કરતા પણ ખરાબ સ્થિતિ તેની થઈ ગઈ છે.
પોતાના વિદેશ મંત્રાલયની બિલ્ડીંગો પણ તેઓ વેચી રહ્યું છે. પોતાના દેશના ગધેડાઓને વેચીને તે ગુજરાત ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજ બતાવી રહ્યું છે કે તેની આર્થિક સ્થિતિ કેટલી નબળી છે. તેનું કારણ છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન કરવા આશરો આપવો અને એના જ કારણે જયશંકર એ જે કહ્યું કે, તમે સાપને ઘરે પાળશો તો તમને ચોક્કસ ડંખ મારશે. આ ડંખ પાકિસ્તાનને લાગ્યો છે. પાકિસ્તાનના નાગરિકો વગર કારણે તેનો ભોગ બની રહ્યા છે અને તેમને પણ નુકસાન થઈ રહ્યું છે.
આપણો પાડોશી દેશ મજબૂત સમૃદ્ધ રહેવો જોઈએ એવું આપણા દેશની સંસ્કૃતિ કહે છે. પરંતુ કમનસીબે આપણા બાજુનું દેશ આતંકવાદીઓને પ્રોત્સાહન કરતું અને આર્થિક પરિસ્થિતિમાં નબળું પડી ગયું છે અને જ્યારે તેમના વિદેશ પ્રધાનને ભુટ્ટોને કોઈ મુદ્દો નથી મળતો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગમે તેમ બોલવાનું તેઓ પ્રયત્ન કરે છે. એના કારણે આપણા દેશના લોકો બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેમની પરિસ્થિતિ આજે આખી દુનિયા જાણે છે.