Congress: શક્તિસિંહ ગોહીલને કૉંગ્રેસે હરિયાણાના પ્રભારી બનાવ્યા, કુમારી શૈલજાને છત્તીસગઢની જવાબદારી મળી
કૉંગ્રેસ દ્વારા ત્રણ રાજ્યમાં નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિ સિંહ ગોહીલને કૉંગ્રેસે હરિયાણાના પ્રભારી બનાવ્યા છે.
કૉંગ્રેસ દ્વારા ત્રણ રાજ્યમાં નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિ સિંહ ગોહીલને કૉંગ્રેસે હરિયાણાના પ્રભારી બનાવ્યા છે. તેઓ હાલ દિલ્હીના પ્રભારી છે આ ચાર્જ તેમની પાસે યથાવત રહેશે. કુમારી શૈલજાએ કૉંગ્રેસે છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે.
Congress party appoints Kumari Selja as General Secretary Incharge of Chhattisgarh, Shaktisinh Gohil as Incharge of Haryana in addition to Delhi and Sukhjinder Singh Randhawa as Incharge of Rajasthan. pic.twitter.com/rz91YZvmmK
— ANI (@ANI) December 5, 2022
ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસે ઘણા રાજ્યોમાં પોતાના પ્રભારી બદલી નાખ્યા છે. કોંગ્રેસે અજય માકનની જગ્યાએ સુખજિંદર સિંહ રંધાવાને રાજસ્થાનના પ્રભારી બનાવ્યા છે. અજય માકને થોડા દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું. આ સાથે કુમારી શૈલજાને છત્તીસગઢના પ્રભારી અને શક્તિ સિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખજિંદર રંધાવા ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બીજી તરફ છત્તીસગઢમાં દલિત સમાજમાંથી આવતા કુમારી શૈલજા પીએલ પુનિયાનું સ્થાન લેશે. શક્તિસિંહ ગોહિલ હરિયાણા તેમજ દિલ્હીના પ્રભારી રહેશે.
Bihar Congress: બિહાર કૉંગ્રેસ કમિટીને મળ્યા નવા પ્રદેશ અધ્યક્ષ, ડૉ અખિલેશ પ્રસાદ સિંહને આપવામાં આવી જવાબદારી
બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિને નવા અધ્યક્ષ મળ્યા છે. રાજ્યસભાના સાંસદ ડૉ. અખિલેશ પ્રસાદ સિંહ (dr akhilesh prasad singh)ને હવે તેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા અત્યાર સુધી મદન મોહન ઝા તેની જવાબદારી સંભાળતા હતા. સોમવારે આ સંબંધમાં એક પત્ર જારી કરીને જણાવવામાં આવ્યું હતું કે હવે ડૉ.અખિલેશ પ્રસાદ સિંહ બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળશે. તે જ સમયે, મદન મોહન ઝાના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.
અખિલેશ પ્રસાદ સિંહ હાલમાં રાજ્યસભાના સાંસદ છે. તેમણે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન 2004 થી 2009 સુધી કેન્દ્રીય રાજ્ય મંત્રી - કૃષિ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણનું પદ સંભાળ્યું છે. અખિલેશ પ્રસાદ સિંહ લાલુ પ્રસાદ યાદવના ખૂબ નજીક રહ્યા છે. અખિલેશ પ્રસાદ સિંહે આરજેડી શાસન દરમિયાન 2000 થી 2004 સુધી બિહારના આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. અખિલેશ પ્રસાદ સિંહના પિતા શિવકુમાર પ્રસાદ સિંહ છે જે એક સમૃદ્ધ ખેડૂત હતા. તેમના પિતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હતી.