શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kutch: સીએમ પટેલ આજથી કચ્છમાં, એરપોર્ટને પણ ટક્કર આપે તેવા બસપોર્ટને ખુલ્લુ મુકશે, 40 કરોડમાં થયુ છે તૈયાર

આજથી બે દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કચ્છમાં વિવિધ 19 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Kutch News: આજથી બે દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે જવાના છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કચ્છમાં વિવિધ 19 વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, આમાં સૌથી મોટુ કચ્છ આઇકૉનિક એસટી બસપોર્ટ પણ સામેલ છે, 40 કરોડના ખર્ચે બનેલા આ અધ્યાધૂનિક આઇકૉનિક એસટી બસપોર્ટનું આજે ઉદઘાટન કરવામાં આવશે. 

Kutch: સીએમ પટેલ આજથી કચ્છમાં, એરપોર્ટને પણ ટક્કર આપે તેવા બસપોર્ટને ખુલ્લુ મુકશે, 40 કરોડમાં થયુ છે તૈયાર

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. મુખ્યમંત્રી આજથી બે દિવસ માટે કચ્છની મુલાકાતે છે, જ્યાં મોટા મોટા વિકાસ પ્રૉજેક્ટોને ખુલ્લા મુકવામાં આવશે. કચ્છના જિલ્લા મથક ભૂજમાં નવનિર્માણ પામેલુ આઇકૉનિક એસટી બસપોર્ટનું આજે બપોરે ત્રણ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના હસ્તે લોકાર્પણ કરશે. ખાસ વાત છે કે, કચ્છનું આ આઇકૉનિક એસટી બસપોર્ટ 40 કરોડના ખર્ચે તૈયાર થયુ છે, આને બનતા લગભગ 6 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ખાસ વાત છે કે, આ બસપોર્ટ તમામ પ્રકારની અત્યાધૂનિક સુવિધાઓથી સજજ છે. આ આઇકૉનિક બસપોર્ટમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે, આ ઉપરાંત 400 લોકોનો સમાવેશ થઈ શકે તેવો મોટો હૉલ, વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાથી સજજ આ આઇકૉનિક બસપોર્ટને ખાસ રીતે બનાવવામાં આવ્યુ છે. આ બસપોર્ટ એરપોર્ટને ટક્કર આપે તેવું બનાવામાં આવ્યું છે. આની સાથે સાથે મુખ્યમંત્રી ભૂજ ખાતેથી ૧૯ વિકાસકાર્યોનું પણ ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત પણ કરશે.

Kutch: સીએમ પટેલ આજથી કચ્છમાં, એરપોર્ટને પણ ટક્કર આપે તેવા બસપોર્ટને ખુલ્લુ મુકશે, 40 કરોડમાં થયુ છે તૈયાર

કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ, જાણો

દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઇ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે. 26 ડિસેમ્બરે સફેદ રણના વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. સફેદ રણના બેકગ્રાઉન્ડમાં આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી એક નયનરમ્ય નજારો જોવા મળશે. વિલેજ થીમ પર સુશોભન દ્વારા પ્રવાસીઓને કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત કરાવવામાં આવશે.  26 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. અહીં પ્રાસંગિક ઉદ્બોધન બાદ મુખ્યમંત્રી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. આ સાથે કચ્છડો ખેલે ખલકમેં થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણી-પીણી બજાર, ક્રિએટિવ ફુડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. 

રણોત્સવથી કચ્છના અર્થતંત્રને ગતિ મળી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, આકર્ષણો અને અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે. કચ્છના ધોરડોમાં, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલા રણોત્સવને હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને કચ્છના અર્થતંત્રને નવી ઊર્જા મળી છે. વર્ષ 2022-23માં 3.5 લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં પોણા બે લાખ જેટલા પ્રવાસીઓ આવી ચૂક્યા છે. 

સફેદ રણના પ્રવાસનથી સ્થાનિક રોજગારી વધી

અત્યારે, કચ્છમાં ધોળાવીરા, સ્મૃતિવન, રીજનલ સાયન્સ સેન્ટર અને ભુજના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઇ શકશે. સફેદ રણમાં પ્રવાસન વિકાસથી, સ્થાનિકોને વિવિધ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બની છે. કચ્છી ભરતકામ અને હસ્તકલાના નમૂનાઓ પણ દેશ-વિદેશના લોકોમાં પ્રખ્યાત છે. રણોત્સવ થકી કચ્છી હેન્ડિક્રાફ્ટ્સના કલાકારોને પોતાની કલાકૃતિઓને વેચવા માટે એક વૈશ્વિક બજાર મળે છે.

ધોરડો હવે ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’

તાજેતરમાં જ, કચ્છના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. 19 ઓક્ટોબરના ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે UNWTO (યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન)ના ઉપક્રમે યોજાયેલી ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ-2023’ એવોર્ડ સેરેમની કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે.  કચ્છનું સફેદ રણ જ્યાં આવેલું છે, તે ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ એવોર્ડ મળવાથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Embed widget