(Source: ECI/ABP News/ABP Majha)
Kutch: ભુજમાં ગટર સફાઈ દરમિયાન ગુંગળામણથી બે કામદારના મોત, પોલીસે શરૂ કરી તપાસ
હાલ આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે
કચ્છઃ કચ્છના ભુજના મિરજાપર પર ગટરમાં સફાઇ માટે ઉતરેલા બે કામદારના ઝેરી ગેસથી ગુંગળાઇને મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, ભુજના મિરજાપર પર ગટરમાં સફાઈ માટે ઉતરેલાં બે કામદારના ઝેરી ગેસથી ગુંગળાઈને મોત થયા હતા.
આજે સાંજના સમયે શહેરની ભાગોળે આવેલા મિરજાપરમાં બે સફાઈ કામદારો ગટરમાં ઉતર્યા હતા. જો કે ઝેરી ગેસની અસરના કારણે બંનેના મોત નિપજ્યા હતા. મળતી જાણકારી અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે આ ગટરલાઈન મિરજાપર ગ્રામ પંચાયત હસ્તકની છે. હાલ આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે. મૃતક યુવકોને ગટર સાફ કરવા કોણે બોલાવ્યાં હતાં તેને લઇને ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.
Shraddha Murder Case: શ્રદ્ધાને 2 વર્ષ પહેલા જ આવી ગયો હતો અંદાજ, આફતાબ કરવા માંગે છે હત્યા, લેટર આવ્યો સામે
Shraddha Murder Case: શ્રદ્ધાની હત્યા કર્યા પછી લાશના 35 ટુકડા કરી નાખ્યા અને તેને ફેંકી દીધા પછી, આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેની હત્યા સંબંધિત પુરાવાઓ બહાર આવવાની સંભાવના છે. આ સાથે જ શ્રદ્ધાએ મુંબઈ પોલીસમાં આફતાબ વિશે ફરિયાદ કરી હતી, જેનો ખુલાસો થયો છે. શ્રદ્ધાએ બે વર્ષ પહેલા નવેમ્બર 2020માં મુંબઈમાં આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં શ્રદ્ધાએ આફતાબને કહ્યું હતું કે તેના જીવને ખતરો છે.
આફતાબનો પરિવાર દિલ્હીમાં જ હાજર છે
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આફતાબ પૂનાવાલાના પરિવારજનો દિલ્હીમાં જ છે. તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. પરિવાર વિશે જે તથ્યો સામે આવ્યા છે તેના આધારે તેમની ફરી પૂછપરછ થઈ શકે છે. શ્રદ્ધાએ વર્ષ 2020માં મુંબઈમાં ફરિયાદ નોંધાવી હતી કે આફતાબના પરિવારને ખબર હતી કે તે તેની હત્યા કરવા માંગે છે.
શ્રદ્ધાએ આફતાબના પરિવાર પર આરોપ લગાવ્યો હતો
શ્રદ્ધાએ ફરિયાદમાં લખ્યું હતું કે આફતાબ મને મારી નાંખવા માંગે છે અને મારી નાખ્યા બાદ મારા શરીરના ટુકડા કરી નાખવાની ધમકી આપે છે. તેના માતા-પિતાને પણ આ બધું ખબર છે, તેઓ પણ વીકએન્ડ પર આવે છે. મને લાગતું હતું કે તે જલ્દી લગ્ન કરશે અને મને તેના પરિવારના આશીર્વાદ પણ મળશે તે કારણે હું તેની સાથે અત્યાર સુધી રહી પરંતુ હવે હું તેની સાથે રહેવા તૈયાર નથી.
શ્રદ્ધાએ લખ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી સતત મારી સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી રહ્યો છે. તે હવે મને બ્લેકમેલ કરી રહ્યો છે. જ્યારે પણ તે મને ગમે ત્યાં જુએ છે, તે મને દુઃખ પહોંચાડે છે. તે મને ગમે ત્યારે મારી નાંખશે