શોધખોળ કરો
Advertisement
અમરેલી: નેતા વિપક્ષ પરેશ ધાનાણીની હાજરીમાં રોડના ખાતમુહૂર્ત સમયે ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
રોડના ખાત મૂર્હતના કાર્યક્રમમાં કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.
અમરેલી: વિપક્ષ નેતા પરેશ ધાનાણીની હાજરીમાં સોશલ ડિસ્ટન્સિંગના ધજાગરા થતા જોવા મળ્યા છે. જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો દાટ વળ્યો છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ અમરેલીના વડિયાના ખજૂરીથી રણુજાધામ મંદિર સુધીના 1.11 કરોડના ખર્ચે રોડનું ખાતમુર્હૂર્ત કર્યું. આ દરમિયાન નેતા વિપક્ષ અને કૉંગ્રેસના નેતાઓ માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના ભંગ સમયે પ્રતાપ દૂધાત અને કૉંગ્રેસના અન્ય નેતાઓ હાજર હતા.
કોરોના વાયરસની મહામારી વચ્ચે ખાતમુર્હરતમાં કૉંગ્રેસના નેતાઓએ કોવિડ-19ની ગાઈડલાઈનનો ઉલાળ્યો કર્યો છે. રોડના ખાત મૂર્હતના કાર્યક્રમમાં કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભાજપ અને કૉંગ્રેસના નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં લોકોને એકઠા કરી કાર્યક્રમો થતા રહે છે. કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતા નેતાઓ દ્વારા રેલીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion