શોધખોળ કરો
જૂનાગઢઃ ગીરનારની સીડી પર સૂતેલા યુવક પર દીપડાએ કર્યો હુમલો, થયું મોત
રામભાઈ નામની વ્યક્તિ ગીરનાર પર્વતની સીડી પર સૂતા હતા, ત્યારે અચાનક ત્યાં આવી ચડેલા દીપડાએ હુમલો કરી દેતા તેમનું મોત થયું છે.

જૂનાગઢઃ ગીરનાર પર્વત ચડવાના રસ્તે 200 પગથિયા પાસે સૂતેલી એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કરતાં મોત થયું છે. રામભાઈ નામની વ્યક્તિ ગીરનાર પર્વતની સીડી પર સૂતા હતા, ત્યારે અચાનક ત્યાં આવી ચડેલા દીપડાએ હુમલો કરી દેતા તેમનું મોત થયું છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની દહેશત વધી ગઈ છે. તેમજ ગુજરાતમાં અનેક જગ્યાએ દીપડાના હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગઈ કાલે ગાંધીનગરની કોલવાડા આર્યુવેદિક હોસ્પિટલમાં પણ દીપડો ઘૂસી ગયો હતો. જોકે, વન વિભાગ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વલસા ના છરવાડા વિસ્તારમાંથી પણ દીપડો પકાડાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. છરવાડા ગામના હંસલા ફળિયામાંથી દીપડો પકડાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોએ હાંસકારો અનુભવ્યો છે. વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને પકડી પાડ્યો છે. દીપડાને પકડીને ચણવાઇ ખાતે આવલે વન ચેતના કેન્દ્ર લઇ જવામાં આવ્યો છે.
વધુ વાંચો





















