શોધખોળ કરો
જુનાગઢઃ સક્કરબાગમાં પિંજરાને માથા મારી તોડીને દીપડો નાસી ગયો, મચી દોડધામ
સક્કરબાગ ઝૂ પાસે ઇન્દ્રેશ્વરમાં મુકાયેલ પિંજરામાંથી દીપડો નાસી છૂટવામાં સફળ થયો છે. પિંજરાને માથા મારી મારીને તોડી નાંખ્યા પછી દીપડો ફરાર થઈ ગયો છે.

પ્રતિકાત્મક તસવીર.
જુનાગઢઃ શહેરના સક્કરબાગમાંથી દીપડો પિંજરામાંથી નાસી છુટતા દોડધામ મચી ગઈ છે. સક્કરબાગ ઝૂ પાસે ઇન્દ્રેશ્વરમાં મુકાયેલ પિંજરામાંથી દીપડો નાસી છૂટવામાં સફળ થયો છે. પિંજરાને માથા મારી મારીને તોડી નાંખ્યા પછી દીપડો ફરાર થઈ ગયો છે. પિંજરામાંથી દીપડો નાસી જતાં સક્કરબાગમાં દોડધામ મચી ગઇ છે. હજુ દીપડાના કોઈ સગડ નથી મળ્યા. આ અગાઉ પણ સક્કરબાગના ઝૂના પિંજરામાંથી દીપડો નાસી છૂટયો હતો. દિપડા નાસી છૂટવાની બીજી ઘટનાથી ચકચાર મચી ગઈ છે.
વધુ વાંચો





















