Gir Somnath: ગીર સોમનાથમાં જમીનમાંથી મળી આવ્યો દારુ, બુટલેગરનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
ગીર સોમનાથ: ગીર ગઢડાના બેડીયા ગામે જમીનના પેટાળમાંથી ઇંગ્લિશ દારૂનો ખજાનો મળી આવ્યો છે. આ મામલે પોલીસે 300 પેટી ઇંગ્લિશ દારૂ સાથે 2ની ધરપકડ કરી છે.
ગીર સોમનાથ: ગીર ગઢડાના બેડીયા ગામે જમીનના પેટાળમાંથી ઇંગ્લિશ દારૂનો ખજાનો મળી આવ્યો છે. આ મામલે પોલીસે 300 પેટી ઇંગ્લિશ દારૂ સાથે 2ની ધરપકડ કરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંદી છે, જેને લઈને ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી દારૂ ઘુસાડવા અને છુપાવવા બુટલેગરો અલગ અલગ કિમીયાઓ અજમાવે છે.
પરંતુ ગીરના બેડીયા ગામે એક નવો જ કીમિયો બુટલેગરોએ અજમાવ્યો અને પોલીસે તેનો ભંડાફોડ કર્યો. પોલીસ પણ સપનામાં પણ નહીં વિચાર્યું હોઈ તેવો કીમિયો સામે આવ્યો છે. ગીર ગઢડાના બેડીયા ગામે વાડી વિસ્તારના ઓરડીની અંદર જમીનમાં 4 બાઈ 6નો આખો રૂમ બનાવવામાં આવ્યો હતો. ઉપર જમીન અને નીચે આખો ઓરડો જેથી કોઈને ખબર જ ન પડે કે જમીનની નીચે શુ ચાલી રહ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે અહીં દારુ સંતાડવામાં આવ્યો છે. જેને લઈને એલસીબીએ રેડ કરી પરંતુ પોલીસના હાથે કશું ન લાગ્યું. આખરે પોલીસને શંકા જતા પોલીસે તલાસી શરૂ કરી અને એક ચોરખાનું જમીનની અંદર દેખાયું.
પોલીસે વધુ તપાસ કરી તો અંદર આંખેઆખો રૂમ મળી આવ્યો જે પણ ઇંગ્લિશ દારૂની પેટીઓથી ભરેલો. લગભગ 300થી વધુ ઇંગ્લિશ દારૂની પેટી જેની અંદર 7 હજાર બોટલ જેટલો દારૂ હતો. પોલીસે વાડી માલિક સહિત 2ની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી. બેડીયા ગામે મળી આવેલા દારૂ બાદ પોલીસે વધુ બે નામ આ કાંડમા સામેલ હોવાનો ખુલાસો કર્યો હતો. જેમાં એક દમણનો શખ્સ અને બીજો અમરેલીના સાવરકુંડલાનો છે જેની ધરપકડ બાકી છે. બીજી તરફ દીવથી ગુજરાતમાં આવતી મચ્છીની ગાડીમાં દારૂ હોવાની બાતમી મળતા પોલીસે પ્રાચી નજીક આ ગાડી રોકાવી તલાસી લીધી હતી. તમામ મચ્છીના કેરેટ ચેક કર્યા તો બહાર આવ્યું કે ઉપર મચ્ચી છે અને નીચે ઈંગ્લીસ દારૂ હતો. પોલીસે મચ્છીની ગાડીમાંથી 36 બોટલ ઇંગ્લિશ દારૂ કબજે કરી કાર ચાલકની ધરપકડ કરી હતી.
પત્નીને છરીના ઘા મારી પતિએ કરી હત્યા, કારણ જાણી ચોંકી ઉઠશો?
મોરબીના પ્રેમજીનગર ગામમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. રૂપિયાની લેતીદેતીમા પતિએ છરીના ઘા મારી પત્નીની હત્યા કરી હતી. વેચેલા મકાનના રૂપિયાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. જે ઝઘડામાં પત્નીને છરીના ઘા મારીને પતિએ હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. ઝઘડામાં રામજીભાઈ નામના વ્યક્તિ પર પોતાની જ પત્ની ગંગાબેનની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. હત્યાની ઘટના બાદ મૃતકના પુત્ર જીતેન્દ્રભાઈએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ મોરબી તાલુકા પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.