Ahmedabad Anti Social Elements : અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ!, આતંકની ઘટના CCTVમાં કેદ
અમદાવાદમાં અન્નપૂર્ણા માતાના મંદિરના પૂજારી પર થયો હુમલો. 16 માર્ચના મંદિરના પૂજારીના પરિવાર પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો. મંદિર અને ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા કરી મારામારી. સમગ્ર ઘટના અંગે ગાયકવાડ પોલીસ અજાણ
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં નથી અટકી રહ્યો અસમાજિક તત્વોનો આતંક. વિક્ટોરિયા ગાર્ડન નજીક અન્નપૂર્ણા માતાજીના મંદિરના પૂજારી પર લુખ્ખાતત્વોએ કર્યો હુમલો. 16 માર્ચના આ સીસીટીવી ફુટેજ જુઓ.. મંદિર અને ઘર પાસે અપશબ્દો બોલવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ પૂજારી અને તેમના પરિવારજનો સાથે છુટ્ટા હાથની મારામારી કરી. જાહેર રોડ પર ખુલ્લેઆમ આતંક મચાવીને અસામાજિક તત્વોએ વિસ્તારમાં ડરનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કર્યો. વાયરલ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.




















