શોધખોળ કરો
અમદાવાદમાં આ વિસ્તારો છે ‘રેડ ઝોન’, 3 મે પછી પણ નહીં મળે કોઈ છૂટછાટ કે રાહત, લોકડાઉન ચાલુ રહેશે?
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના હોટ સ્પોટ બનેલા શહેરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે.

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના હોટ સ્પોટ બનેલા શહેરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે એવા 6 વોર્ડને ‘રેડ ઝોન’ જ્યારે બાકીના 42 વોર્ડને ‘ઓરેન્જ ઝોન’ જાહેર કરાવામાં આવ્યા છે. ચોંકવનારી વાત એ છે કે, અમદાવાદમાં હાલ એકપણ ગ્રીન ઝોન જાહેર નથી. ગુજરાતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. અમદાવાદના જે 6 વિસ્તારને ‘રેડ ઝોન’માં સામેલ કરવામાં આવ્યા છે તેમાં દાણીલીમડા, બેહરામપુરા, જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુરનો સમાવેશ થાય છે. જો ૩ મે સુધીમાં રેડ ઝોનની સ્થિતિમાં કોઈ પણ સુધારો નહીં થાય તો આ વિસ્તારમાં કોઈ જ પ્રકારના ધંધા કે દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આપવાશે નહીં. જો રેડ ઝોનમાં સતત 14 દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ નહીં નોંધાય તો તેને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવશે અને જો ઓરેન્જ ઝોનમાં સતત 14 દિવસમાં એક પણ કેસ કોરોનાનો નહીં નોંધાય તો તેને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવશે. હાલની સ્થિતિએ અમદાવાદમાં એક પણ ગ્રીન ઝોન નથી. કયો વિસ્તાર રેડ ઝોન હેઠળ અને કયો ઓરેન્જ ઝોન હેઠળ છે તે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી પણ જાણી શકાશે. અમદાવાદમાં રેડ ઝોનમાં મુકવામાં આવેલા વિસ્તારોની વાત કરીએ તો, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, ખાડીયા, દરિયાપુર અને શાહપુરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવેલા વિસ્તારની વાત કરીએ તો, પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસ.પી. સ્ટેડિયમ, રાણીપ, મોટેરા, વાસણા, ચાંદખેડા, સરખેજ, મક્તમપુરા, જોધપુર, વેજલપુર, વટવા, મણીનગર, ઇન્દ્રપુરી, ખોખરા, લાંભા, ઇસનપુર, નરોડા, સરસપુર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, સરદારનગર, કુબેર નગર અને સૈજપુરને ઓરેજન્જ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.
વધુ વાંચો





















