શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં લોકડાઉન હટાવવા અંગે વિજય રૂપાણી આજે કોની સાથે કરશે ચર્ચા? જાણો મહત્વની વિગત
ગુજરાતમાં 3 મે પછી લોકડાઉન ક્યાં-ક્યાં હટાવવું તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બુધવારે પોતાના પ્રધાનમંડળના સભ્યો સાથે ચર્ચા કરશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં 3 મે પછી લોકડાઉન ક્યાં-ક્યાં હટાવવું તે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બુધવારે પોતાના પ્રધાનમંડળના સભ્યો સાથે ચર્ચા કરશે. રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે વીડિયો કોંફરન્સથી કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં 3 મે બાદ લોક ડાઉન ખોલવા સંબંધે અને લોક ડાઉનમાં રાહત આપવા સંદર્ભે ચર્ચા થશે.
ગુજરાતમાં 3 મેથી લોકડાઉન હટશે કે નહીં તેની અટકળો વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલા જ લોકડાઉન સંપૂર્ણપણે નહીં હટે તેવી જાહેરાત કરી છે. રૂપાણીએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે, આગામી 3 મેથી ગુજરાતમાંથી એક ઝાટકે લોકડાઉન ઊઠાવી લેવાની કોઈ જ શક્યતા નથી. આ સંજોગોમાં કેબિનેટની બેઠકમાં ક્યાં ક્યાંથી લોકડાઉન હટાવવું તેની ચર્ચા થશે.
રૂપાણી મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારમાંથી વિડિઓ કોંફરન્સ મારફતે કેબિનેટ બેઠકમાં જોડાશે. આ બેઠકમાં કોરોના વાયરસની મહામારીમાં ચાલી રહેલી દરેક વિસ્તારની કામગીરી અંગે અધિકારીઓને સોંપાયેલી જવાબદારી અંગે ચર્ચા કરાશે.
આ ઉપરાંત પ્રભારી મંત્રીઓના જિલ્લાઓના પ્રભાવિત વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા બાદ રાજ્યની હાલની સ્થિતિ બાબતે પણ સમીક્ષા કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement