શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં બુધવારથી રવિવાર સુધી લોકડાઉન, એક જ દિવસમાં નવા 196 કેસ નોંધાયા

ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે.

સુરેંદ્રનગરમાં કોરોનાના કેસ વધતા વેપારીઓ આગળ આવ્યા છે અને બુધવારથી રવિવાર સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસોને લઈ તમામ એસોસિએશનની નગરપાલિકા ખાતે બેઠક મળી હતી. જેમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે બુધવારથી રવિવાર સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં 196 નવા કેસ આવ્યા હતા જ્યારે 4 લોકોના મોત થયા હતા. સાથે જ એક જ દિવસમાં 51 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે જિલ્લામાં કુલ 1245 લોકોને રસી આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

રાજ્યમાં ગઈકાલે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત  કોર્પોરેશનમાં 25,  રાજકોટ કોર્પોરેશન-8, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-11,  સુરત-1, જામનગર કોર્પોરેશન 8,    જામનગર-6,  બનાસકાંઠા-4,  ભાવનગર કોર્પોરેશન-3, સુરેન્દ્રનગર 4, વડોદરા 7, કચ્છ 3,   સાબરકાંઠા 5, ભાવનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 2, મહીસાગર 1, જૂનાગઢ કોર્પોરેશન 2, ગાંધીનગર 4, જૂનાગઢ 2, ભરુચ 4, વલસાડ 2, પંચમહાલ 1,  અમરેલી 2,  અમદાવાદ 2, રાજકોટ 6,  મોરબી 6,  દેવભૂમિ દ્વારકામાં 1 અને  બોટાદમાં 1 મોત થયું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 5790,  સુરત કોર્પોરેશનમાં 1690, રાજકોટ કોર્પોરેશન 608, મહેસાણા 598, વડોદરા કોર્પોરેશન-573, સુરત 413,  જામનગર કોર્પોરેશન-388, જામનગર-286, બનાસકાંઠા 282,  ભાવનગર કોર્પોરેશન-212, સુરેન્દ્રનગર 196, વડોદરા 187, દાહોદ 182, કચ્છ 180, સાબરકાંઠા 173,  ભાવનગર 167, પાટણ 163, ગાંધીનગર કોર્પોરેશન 161, મહીસાગર 156, ખેડા 143,  જૂનાગઢ કોર્પોરેશન 131, તાપી 130,  ગાંધીનગર 128, નવસારી 121,  જૂનાગઢ 120, આણંદ 119, ભરુચ 117, ગીર સોમનાથ 115, વલસાડ 109, પંચમહાલ 87, અરવલ્લી 84, અમરેલી 82, અમદાવાદ 74, રાજકોટ 68, છોટા ઉદેપુર 60, પોરબંદર 45, મોરબી 41,   દેવભૂમિ દ્વારકા 39, નર્મદા 32, બોટાદ 30 અને ડાંગ 16 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 93,63,159 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 19,32,370 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,12,95,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget