શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Lok Sabha: ભાજપમાં ડખો, લોકસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદનો વીડિયો વાયરલ

લોકસભાની ચૂંટણી ગમે તે સમયે જાહેર થઇ શકે છે, ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો જીતવાની નેમ લીધી છે

Lok Sabha Election 2024, Patan BJP Internal Disputes: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બની રહી છે, પરંતુ હાલમાં પાટણ જિલ્લામાથી સામે આવેલો એક વીડિયોએ પક્ષને હચમચાવી દીધો છે. ખરેખરમાં, પાટણ જિલ્લામાંથી આંતરિખ વિખવાદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતું દેખાઇ રહ્યું છે. જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને મામલો શાંત કરવા પ્રયાસ કર્યો હતો.

Lok Sabha: ભાજપમાં ડખો, લોકસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદનો વીડિયો વાયરલ

લોકસભાની ચૂંટણી ગમે તે સમયે જાહેર થઇ શકે છે, ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો જીતવાની નેમ લીધી છે, ભાજપે પોતાની પ્રથમ યાદીમાં પાટણના ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને ફરી એકવાર રિપીટ કર્યા છે, ત્યારે હવે જિલ્લામાં ભાજપમાં આંતરિક ડખો પણ સામે આવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા પાટણ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણ થતું દેખાઇ રહ્યું છે. હારીજમાં ભાજપ કાર્યકર્તાની બેઠકમાં આંતરિક વિવાદનો વીડિયો હોવાનું મનાઇ રહ્યું છે. આ બેઠકમાં દશરથજી ઠાકોર વિરૂદ્ધ વિરોધના સૂર ઉઠ્યા હતા. વીડિયોમાં કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓને આરોપ છે કે, દશરથજી સગાવાદ કરી રહ્યાં છે. પાયાના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યાં છે, પોતાના માનીતાઓને છાવરતા હોવાનો પણ કાર્યકર્તાઓનો આરોપ છે. પક્ષ વિરોધી કામ કરનારાઓને દશરથજી છાવરતા હોવાના આરોપો લાગી રહ્યાં છે. સંજય ઠાકોરની નિમણુંક જિલ્લા પ્રમુખે કરી હોવાથી કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. જોકે, આ સમગ્ર ઘટનાને લઇને સાંસદ ભરતસિંહ ડાભીએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. 

BJPની પહેલા લિસ્ટમાં દિગ્ગજોને નહિ સ્થાન, જાણો ક્યાં નેતાના નામ ગાયબ 

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ છે, જેમાંથી 34 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન મંત્રીઓ છે. મતલબ કે ભાજપે ફરી આ મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ભાજપે પ્રથમ યાદીમાં ઘણા શક્તિશાળી મંત્રીઓના નામ જાહેર કર્યા નથી. સૌથી પહેલા જાણીએ કે ભાજપે કયા મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભાજપની પ્રથમ યાદીમાં આ મંત્રીઓને ટિકિટ મળી હતી

નરેન્દ્ર મોદી - વારાણસી

અમિત શાહ - ગાંધીનગર

રાજનાથ સિંહ - લખનૌ

સ્મૃતિ ઈરાની - અમેઠી

કિરેન રિજિજુ - અરુણાચલ પૂર્વ

રાજીવ ચંદ્રશેખર - તિરુવનંતપુરમ

જ્યોતિરાદિત્ય સિંધિયા- ગુના

ભૂપેન્દ્ર યાદવ -અલવર

ગજેન્દ્ર સિંહ શેખાવત- જોધપુર

સર્બાનંદ સોનોવાલ- ડિબ્રુગઢ

સંજીવ બાલિયા- મુઝફ્ફરનગર

અર્જુન મુંડા -ખુંટી

અર્જુન રામ મેઘવાલ -બિકાનેર

પરષોત્તમ રૂપાલા -રાજકોટ

મનસુખ માંડવીયા- પોરબંદર

દેવુસિંહ ચૌહાણ -ખેડા

કૈલાશ ચૌધરી -બાડમેર

જીતેન્દ્ર સિંહ -ઉધમપુર

અન્નપૂર્ણા દેવી- કોડરમા

જી કિશન રેડ્ડી- સિકંદરાબાદ

ફગ્ગન સિંહ કુલસ્તે- મંડલા

વિરેન્દ્ર ખટીક-- ટીકમગઢ

વી મુરલીધરન - અટિંગલ

સત્યપાલ બઘેલ - આગ્રા

અજય મિશ્રા ટેની -ખેરી

કૌશલ કિશોર -મોહનલાલગંજ

ભાનુ પ્રતાપ વર્મા-  જાલૌન

સાધ્વી નિરંજન જ્યોતિ - ફતેહપુર

પંકજ ચૌધરી  - મહારાજગંજ

નિશીથ પ્રામાણિક- કૂચ બિહાર

શાંતનુ ઠાકુર -બાણગાંવ

સુભાષ સરકાર – બાંકુરા

હવે વાત કરીએ એવા મંત્રીઓની કે જેમનું કદ મોદી સરકારમાં ભલે ઘણું મોટું હોય, પરંતુ તેઓ લોકસભા ચૂંટણીની પ્રથમ યાદીમાં પોતાનું સ્થાન બનાવી શક્યા ન હતા. જો કે તેમાંથી કેટલાક રાજ્યસભામાંથી સાંસદ પણ બન્યા છે, પરંતુ ભાજપની તાજેતરની રણનીતિ અનુસાર પાર્ટી રાજ્યસભાના સાંસદોને પણ મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં પણ આ કર્યું છે. જો કે, ચાલો જાણીએ કે મોદી સરકારના કયા મંત્રીઓને પ્રથમ યાદીમાં સ્થાન મળ્યું નથી.

આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન

નીતિન ગડકરી,ગિરિરાજ સિંહ,રાજકુમાર સિંહ,અનુરાગ ઠાકુર,રાવ ઈન્દ્રજીત સિંહ,અશ્વિની ચૌબે,વીકે સિંહ,કૃષ્ણપાલ,દાનવે રાવસાહેબ દાદારાવ,નિત્યાનંદ રાય,શોભા કરંડલાજે,દર્શના જરદોશ,  મીનાક્ષી લેખી,સોમ પ્રકાશ,રામેશ્વર તેલી,અન્નપૂર્ણા દેવી,નારાયણસ્વામી,અજય ભટ્ટ,ભગવંત ઘુબા,કપિલ મોરેશ્વર પાટીલ,પ્રતિમા ભૌમિક,સુભાષ સરકાર,રાજકુમાર રંજન સિંહ,ભારતી પંવાર,બિશ્વેશ્વર તોડુ,એમ. મહેન્દ્રભાઈ,જોન બાર્લા,આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળPatan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Embed widget