Lok sabha Election 2024: 3 વાગ્યા સુધીમાં ગુજરાતની કઈ લોકસભા બેઠક પર થયું સૌથી વધુ મતદાન, જાણો
હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે.
![Lok sabha Election 2024: 3 વાગ્યા સુધીમાં ગુજરાતની કઈ લોકસભા બેઠક પર થયું સૌથી વધુ મતદાન, જાણો Lok sabha Election 2024 Know which Lok Sabha seat in Gujarat has the highest polling till 3 pm Lok sabha Election 2024: 3 વાગ્યા સુધીમાં ગુજરાતની કઈ લોકસભા બેઠક પર થયું સૌથી વધુ મતદાન, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/02b8f2c0fc32b0ab58da62dab496187017147063913811017_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election: ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. અહીં વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા મતદાન નોંધાયું છે.
લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 43.55 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 42.21 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં બનાસકાંઠા બેઠક પર 55.74 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 54.90 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 54.90 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 46.97 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 48.99 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 42.52 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 44.47 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 41.18 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 46.11 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 48.15 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 48.03 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 45.72 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 46.69 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 37.96 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 46.97 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 40.93 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 48.48 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન
104 વર્ષના દાદીએ મતદાન કર્યુ
મહીસાગરમાં 104 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યુ છે. યુવાનોને હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે વૃદ્ધાએ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે. સુતારી ગામથી 2 કિમી દૂર આવેલ સેનાદરિયા ગોરાડા ગામે જઈને દાદીએ મતદાન કર્યુ હતું.
વરરાજા મતદાન મથક પહોંચ્યા
પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)