LokSabha: અમે પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ, કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહ્યું છે -અમિત શાહે કર્યો મોટો દાવો
લોકસભા ચૂંટણીની વચ્ચે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂ આપ્યુ છે, જેમાં અમિત શાહે ચૂંટણી અને પરિણામને લઇને મોટો દાવો કર્યો છે
![LokSabha: અમે પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ, કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહ્યું છે -અમિત શાહે કર્યો મોટો દાવો Lok Sabha Election: Central Home Minister Amit Shah's big claim on the first two phase voting in lok sabha election 2024 LokSabha: અમે પ્રથમ બે તબક્કામાં 100 બેઠકો પર આગળ, કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહ્યું છે -અમિત શાહે કર્યો મોટો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/6d36775b39b19d4b41e73eea8565f168171445767701977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election: દેશમાં લોકસભાની પ્રથમ બે તબક્કામાં ચૂંટણી યોજાઇ ચૂકી છે, અને હવે બાકીના તબક્કામાં દેશના અન્ય ભાગોમાં મતદાન યોજાવવાનું છે. પ્રથમ બે તબક્કા પર હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટુ નિવેદન આપીને મોટો દાવો કર્યો છે. અમિત શાહે હાલમાં જ એક આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ છે કે, અમે હાલમાં થયેલા બે તબક્કાના મતદાનમાં 100 બેઠકો પર આગળ છીએ, અને અમારા 400 પારના નારાના વિરૂદ્ધમાં કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહ્યું છે.
લોકસભા ચૂંટણીની વચ્ચે હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂ આપ્યુ છે, જેમાં અમિત શાહે ચૂંટણી અને પરિણામને લઇને મોટો દાવો કર્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દાવો સામે આવ્યો છે. અમિત શાહે દાવો કરતાં કહ્યું કે, પ્રથમ બે તબક્કામાં 100થી વધુ બેઠકો પર ભાજપ આગળ છે. અનામત અને બંધારણ પર કોંગ્રેસ દેશની જનતા સામે દુષ્પ્રચાર કરી રહ્યું છે. કોંગ્રેસ
અનામત, બંધારણ પર ભ્રમ ફેલાવી રહ્યું છે. અમારા 400 પારના નારા પર કોંગ્રેસ ખોટો પ્રચાર કરી રહી છે. અમે 400 પારના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યાં છે.
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, દેશની જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ મારો નકલી વીડિયો વાયરલ કર્યો છે, નકલી જનસમર્થન માટે નકલી વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. અમે નારીશક્તિની સાથે છીએ. અમે તપાસના પક્ષમાં છીએ. ભાજપ અનામતના સમર્થનમાં છીએ, મહિલાશક્તિનું અપમાન સહન નહીં કરી કરીએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)